Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપાની ટીમ રણમેદાનથી વિલા મોઢે પરત ફરતા અનેક તર્કવિતર્ક:સરકારી જમીન પરના દબાણ તોડવા ગયેલી ટીમ ઉપર હુમલાની ભીતિ, પોલીસ કાફલો દોડતો થયો

    15 hours ago

    ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આજે સરકારી જમીન ખુલ્લી કરાવવા ગયેલી મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમને ભારે ફિયાસ્કાનો સામનો કરવો પડ્યો છે. જંગલ ખાતાની કિંમતી જમીન પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા જેસીબી અને સાધન સામગ્રી સાથે ત્રાટકેલી ટીમ પર સ્થાનિકોએ રીતસરનો હલ્લો બોલાવતા કામગીરી અધવચ્ચે જ પડતી મૂકવાની ફરજ પડી હતી. વાતાવરણ એટલું તંગ બની ગયું હતું કે હુમલો થવાની ભીતિ વચ્ચે મનપાની ટીમે વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું, જેના કારણે સરકારી તંત્રના વટના લીરેલીરા ઉડ્યા છે. જંગલ ખાતાની જગ્યા પર લાંબા સમયથી દબાણ ઘટનાની વિગત મુજબ કુડાસણ વિસ્તારમાં જંગલ ખાતાની આરક્ષિત જગ્યા પર કેટલાક તત્વો દ્વારા લાંબા સમયથી દબાણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ સરકારી જમીન પચાવી પાડવાના ઈરાદે ત્યાં ગેરકાયદેસર રીતે ફેન્સિંગ કરી દેવામાં આવ્યું હતું અને અંદરના ભાગે પ્લાન્ટેશન કરીને જમીન પોતાની હોવાનો આભાસ ઊભો કરવામાં આવ્યો હતો. આ લેન્ડ ગ્રેબિંગ સમાન પ્રવૃત્તિ પર બુલડોઝર ફેરવવા માટે આજે ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકો એકઠા થઈ હોબાળો મચાવ્યો એજ ઘડીએ કેટલાક સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરી હોબાળો મચાવ્યો હતો. જોતજોતામાં મામલો ગરમાયો હતો અને લોકોએ અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અધિકારીઓ પર હુમલોની શક્યતાથી કામગીરી અટકાવી એક તબક્કે ટોળું આક્રમક બનતા અને અધિકારીઓ પર હુમલો થવાની શક્યતા જણાતા સુરક્ષાના કારણોસર દબાણ હટાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. જે દબાણો દૂર કરવા માટે તંત્રએ આખી વ્યુહરચના ઘડી હતી તે દબાણો યથાવત રાખીને જ ટીમ રવાના થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર કુડાસણ પંથકમાં ભારે ચર્ચા જાગી છે કે શું તંત્ર દબાણકારો સામે નતમસ્તક થઈ ગયું છે? ઉચ્ચ અધિકારીઓ હવે આ મામલે કેવા કડક પગલાં ભરે છે અને જંગલ ખાતાની આ જમીન ક્યારે મુક્ત થાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
    Click here to Read More
    Previous Article
    પૈસા ભરેલો થેલો હોટેલ સંચાલકના ભરોસે મૂકવો ભારે પડ્યો!:મહેસાણામાં મજૂરીના 7 લાખ રૂપિયાની ચોરી, રાજસ્થાની શ્રમિક સાથે વિશ્વાસઘાત કે તકની ઝડપ?
    Next Article
    આપના ધારાસભ્યએ સરકારનો આભાર માનતા કોંગ્રેસ નેતાનો કટાક્ષ:પેટ્રોલ-ડીઝલ પરના વેટ અને સેસથી રાજ્યને બે વર્ષમાં રૂ. 41 હજાર કરોડની આવક, સરકારી શાળામાં 9400થી વધુ ઓરડાની ઘટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment