Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મ્યુ. કમિશનર તુષાર સુમેરા ફિલ્ડમાં:જંકશન પ્લોટનાં માર્ગો પરથી દબાણો દૂર કરવાની કડક સૂચના આપી આરોગ્ય કેન્દ્રની સમીક્ષા કરી, શહેરની સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

    10 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સ્વચ્છતા અને આરોગ્ય સેવાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સ્વચ્છ સર્વેક્ષણ 2026ને ધ્યાનમાં રાખીને તેમણે ખાસ કરીને જંકશન મેઈન રોડ પર રૂબરૂ ચાલીને સફાઈ કામગીરીનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન માર્ગો પર નડતરરૂપ દબાણો દૂર કરવા અને જાહેર સ્થળોને સુવ્યવસ્થિત રાખવા માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. બાદમાં કમિશનર દ્વારા જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે કેન્દ્રના મેડિકલ ઓફિસર પાસેથી દૈનિક OPD, દવાની ઉપલબ્ધતા અને સ્ટાફની કામગીરી અંગે વિગતવાર માહિતીઓ મેળવી હતી. આ ઉપરાંત, આયુષ્યમાન ભારત કાર્ડની નોંધણી પ્રક્રિયા અને ટી.બી. નિયંત્રણ અભિયાન હેઠળ થતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર સારવાર મળે તે માટે તેમણે ખાસ ભાર મૂક્યો હતો. અગાઉ તેમણે જ્યુબિલી ગાર્ડનમાં વર્ષ 2018થી 1024 સ્ક્વેર મીટર વિસ્તારમાં કાર્યરત કંપોસ્ટ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. જ્યાં શાક માર્કેટના ભીના કચરામાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી ઓર્ગેનિક ખાતર બનાવવાની પ્રક્રિયાનું નિરીક્ષણ કરી "વેસ્ટ ટુ વેલ્યુ"ના અભિગમને વધુ મજબૂત કરવા માર્ગદર્શન આપ્યું હતું. અને તમામ અધિકારીઓને જવાબદારીપૂર્વક સમયબદ્ધ કામગીરી પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ હીટવેવ સામે સંપૂર્ણપણે સજ્જ, ખાસ હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ કરાયો રાજકોટમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ તાપમાન ઊંચું જતાં લોકો ગરમીથી પરેશાન છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ બન્યું છે અને ખાસ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે અલગ વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 10 ખાતેના બિલ્ડિંગમાં 20 બેડની સુવિધા સાથેનો આ સ્પેશિયલ વોર્ડ ઊભો કરાયો છે. જેમાં સારવાર માટે 5 ડોક્ટર્સ અને 10 નર્સિંગ સ્ટાફ સહિત પેરા મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. સતત વધતી ગરમીને ધ્યાનમાં રાખી સિવિલમાં દર્દીઓને કોઈ મુશ્કેલી પડે નહીં તેનાં માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. તબીબી અધિક્ષક ડો. મોનાલીબેન માંકડિયાના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાથી અહીં દૂર-દૂરથી દર્દીઓ આવતા હોય છે, જેને ધ્યાનમાં રાખી ઈમરજન્સી વિભાગ ઉપરાંત આ ખાસ વોર્ડમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. વધતા તાપમાન વચ્ચે તબીબોએ લોકોને સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી કામ સિવાય બહાર ન નીકળવા તેમજ પૂરતું પાણી અને પ્રવાહી લેવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓએ ગરમીથી બચવા સાવચેતી રાખવી જરૂરી છે. જો ચક્કર આવે, ઉબકા થાય કે આંખે અંધારા આવે તેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. મજૂર વર્ગને પણ બપોરે 12 થી 4 ના સમયગાળામાં સખત તડકાથી બચવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં વહિવટદાર તરીકે ચાર્જ સંભાળતા કલેક્ટર રાજકોટ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોની પાંચ વર્ષની મુદ્ત પૂર્ણ થતાં આજથી વહિવટદારનું શાસન લાગુ થયું છે. રાજ્ય સરકારે ગઇ મોડી રાત્રે પંચાયતો માટે વહિવટદારોની નિયુક્તિ કરી હતી. 31 પંચાયતોમાં જે-તે જિલ્લાના કલેક્ટર તથા તાલુકા પંચાયતોમાં પ્રાંતને જવાબદારી સોંપતો આદેશ જારી કર્યો હતો. આજે બપોરે રાજકોટ જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકે કલેક્ટર ડો. ઓમપ્રકાશે ચાર્જ સંભાળ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી અનંદુ રુરેશ ગોવિંદ તથા ડેપ્યુટી ડીડીઓ (પંચાયત) જય ગોસ્વામીએ બુકેથી સ્વાગત કર્યું હતું અને ઔપચારિક ચર્ચા કરી હતી. જિલ્લા પંચાયતની નવી ચૂંટણી ન થાય અને નવી ચૂંટાયેલી બોડી ચાર્જ ન લ્યે ત્યાં સુધી વહીવટદારનું શાસન રહેશે. સામાન્ય રીતે કોઇ નીતિ વિષયક નિર્ણયો થતા નથી છતાં અસામાન્ય સ્થિતિમાં કોઇ નિર્ણય અનિવાર્ય થાય ત્યારે તે લેવાતા હોય છે. જિલ્લા કલેક્ટરને પ્રમુખ જ્યાં બેસતા તે ચેમ્બર ફાળવવામાં આવી છે. હાલમાં ચૂંટાયેલી બોડીનું શાસન ખત્મ થયું હોવાથી તમામ 36 સભ્યો ભૂતપૂર્વ બની ગયા છે. આજે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન ઉપરાંત બાંધકામ, શિક્ષણ, આરોગ્ય, સહકાર-સિંચાઇ સહિતની સમિતિની ચેમ્બરમાંથી ચેરમેનોના બોર્ડ અને રાજકીય નેતાઓના ફોટાઓ પણ ઉતારી લેવાયા હતા. રાજકોટમાં અશાંતધારાના નવા નોટિફિકેશનમાં છબરડાથી અરજદારો પરેશાન, નાયબ કલેક્ટરને રજૂઆત રાજકોટ શહેરમાં વર્ષ 2021થી અમલી બનેલા અશાંત ધારાની મુદત જાન્યુઆરી 2026માં પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા નવું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જોકે, આ નવા નોટિફિકેશનમાં અગાઉના અનેક રેવન્યુ સર્વે નંબર અને સીટી સર્વે નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અથવા રહી ગયા છે. આ ટેકનિકલ ખામીને કારણે હાલમાં અશાંત ધારા હેઠળ પરવાનગી મેળવવામાં વકીલો અને અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલની સ્થિતિએ અંદાજે 150 થી 200 જેટલી અરજીઓ ઓર્ડર વગર પેન્ડિંગ પડી છે. સરકાર તરફથી જૂના અને નવા નોટિફિકેશનના સર્વે નંબરો અંગે કોઈ સ્પષ્ટતા ન આવતા પ્રાંત કચેરીમાં અરજીઓ અટવાઈ પડી છે. 17/12/2025 અને 31/12/2025ના રોજ કરેલી અરજીઓ બાદ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને રજાઓના કારણે પણ ઓર્ડર પ્રક્રિયામાં વિલંબ થયો છે. આ મામલે એન.જે.પટેલ, જી.એલ.રામાણી, સી.એચ. પટેલ સહિતના વકીલોએ નાયબ કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી હતી. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના સહયોગથી વયોવૃદ્ધો માટે એસેસમેન્ટ કેમ્પ યોજાયો ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગત ALIMCO દ્વારા 60 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ નાગરિકોને સહાયક ઉપકરણો પૂરા પાડવા માટે રાજકોટમાં એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ ધારાસભ્ય રમેશ ટીલાળા અને પૂજાબેન પટેલના વિશેષ સહયોગથી યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વયસ્ક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નિષ્ણાતોની ટીમ દ્વારા વૃદ્ધોની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેથી તેમને ભવિષ્યમાં કોમોડ ખુરશી, કમરના પટ્ટા અને કાનના મશીન જેવા સાધનો વિનામૂલ્યે મળી શકે. કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ વિધાનસભા 70 ના તમામ વોર્ડના પ્રમુખ, કોર્પોરેટર, મહામંત્રી અને પ્રભારીઓએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને અન્ય સામાજિક સંસ્થાઓના સહકારથી સિનિયર સિટીઝનોને કેમ્પ સુધી પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજકોટમાં 181 અભયમ ટીમની સમયસૂચકતા, ઘર છોડીને આવેલી 16 વર્ષની સગીરાને અપાવ્યું રક્ષણ રાજકોટ શહેરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે ફરી એકવાર સરાહનીય કામગીરી કરી માનવતા મહેકાવી છે. ભાવનગરથી કંટાળીને ઘરેથી નીકળી ગયેલી એક 16 વર્ષની સગીરા રાત્રિના સમયે રાજકોટમાં એકલી મળી આવતા ટીમ તેની વહારે આવી હતી. એક જાગૃત નાગરિક દ્વારા હેલ્પલાઇન પર જાણ કરવામાં આવતા અભયમની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને સગીરાનું આત્મીયતાપૂર્વક કાઉન્સેલિંગ હાથ ધર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, પિતાના અવસાન બાદ સગીરા તેના પિતાના પરિવાર સાથે રહેતી હતી, જ્યાં તેને અભ્યાસ છોડાવી સતત ઘરકામ કરાવી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સ્થિતિથી કંટાળી તે ઘરેથી નીકળી ગઈ હતી. 181 ટીમે તાત્કાલિક તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. સગીરાએ તેના પિતાના ઘરે જવાને બદલે પોતાની બહેન - બનેવી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરિવારના સભ્યો રાજકોટ આવવા રવાના થયા હોવાથી, રાત્રિના સમયે સગીરાની સુરક્ષાને અગ્રતા આપી તેને નજીકના પોલીસ સ્ટેશનમાં સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. અભયમની આ તત્પરતા બદલ પરિવારે ટીમનો આભાર માન્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ પૂરજોશમાં, ડ્રોન વીડિયો:'મેડ ઇન ઇન્ડિયા' 'B28' ટ્રેન 280 કિમીની ઝડપે દોડશે,ઉમરગામના ઝરોલીમાં 10 મહિનામાં પહાડ ચીરી ટનલ બનાવાઈ
    Next Article
    ગાંધીનગરના આઇકોનિક રોડ પર પોલીસનું મિડનાઇટ ઓપરેશન:PDPU રોડ પર મોડીફાઈડ બાઈક સાથે ધૂમ મચાવતા નબીરાઓને પાઠ ભણાવ્યો, 12 મોંઘી બાઇકો ડિટેન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment