Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરના આઇકોનિક રોડ પર પોલીસનું મિડનાઇટ ઓપરેશન:PDPU રોડ પર મોડીફાઈડ બાઈક સાથે ધૂમ મચાવતા નબીરાઓને પાઠ ભણાવ્યો, 12 મોંઘી બાઇકો ડિટેન

    9 hours ago

    ગાંધીનગરના હાર્દ સમાન અને યુવાનોના હોટ ફેવરિટ એવા PDPU આઇકોનિક રોડ પર જોખમી કરતબો અને કાન ફાડી નાખતા સાયલેન્સરના અવાજોથી આખા વિસ્તારને બાનમાં લેતા ધૂમ બાઇકર્સ સામે પોલીસ કાફલાએ મિડનાઈટ ઓપરેશન હાથ ધરી મોડિફાઈડ સાયલેન્સર ધરાવતી 12થી વધુ બાઇકો ડિટેન કરી કાયદાનો કોરડો વીંઝતા નબીરાઓમાં ફફડતા વ્યાપી ગયો છે. સ્ટંટબાજ નબીરાઓ વિરુદ્ધ મેગા ઓપરેશન ગાંધીનગર શહેરના સૌથી ચર્ચિત અને યુવાનોમાં લોકપ્રિય એવા PDPU આઇકોનિક રોડ પર મોડી રાત્રે પોલીસે આક્રમક તેવર બતાવીને જોખમી સ્ટંટબાજો અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા નબીરાઓ વિરુદ્ધ મેગા ઓપરેશન પાર પાડ્યું છે. છેલ્લા લાંબા સમયથી રાયસણ અને આસપાસના રહેણાંક વિસ્તારોના રહીશો માટે આ રોડ રાત્રિના સમયે માથાના દુખાવા સમાન બની ગયો હતો. અસામાજિક તત્વોને કારણે સ્થાનિકોની ઊંઘ હરામ મોડી રાત્રે ઊંચા અવાજે મોડિફાઈડ સાયલેન્સર સાથે નીકળતી બાઇકર્સ ગેંગ દ્વારા જીવના જોખમે કરાતા સ્ટન્ટ્સને કારણે સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આ બાબતની ગંભીર ફરિયાદો ઉચ્ચ સ્તરે પહોંચતા મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષકના સંયુક્ત આદેશ અને માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલો એક્શન મોડમાં આવ્યો હતો અને આઇકોનિક રોડ પર શિસ્તનો કોરડો વીંઝ્યો હતો. પોલીસની ઓચિંતી એન્ટ્રીથી સ્ટંટબાજોમાં દોડધામ ગઈકાલે રાત્રિના 9થી 12 કલાકના સમયગાળા દરમિયાન આ માર્ગ પર ટ્રાફિક અને યુવાનોની ભીડ વધુ હોય છે, ત્યારે પોલીસની વિવિધ ટીમોએ આખા રોડને કોર્ડન કરી વોચ ગોઠવી હતી. પોલીસની આ ઓચિંતી એન્ટ્રીથી સ્ટંટબાજોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, અનેક બાઇકર્સ દ્વારા RTOના નિયમોને નેવે મૂકીને વાહનોમાં ગેરકાયદેસર ફેરફાર કરવામાં આવ્યા હતા. 12 વાહનો ડિટેન કરી દંડ ફટકાર્યો ખાસ કરીને સ્પોર્ટ્સ બાઇકમાં કંપની ફિટેડ સાયલેન્સર દૂર કરી તેની જગ્યાએ ગેરકાયદેસર સાયલેન્સર લગાવાયા હતા, જેમાંથી ફટાકડા જેવા અવાજો નીકળતા હતા. પોલીસે આવા 10થી 12 જેટલા વાહનોને સ્થળ પર જ જપ્ત કરી ડિટેન દંડ ફટકાર્યો હતો. ઇન્ફોસિટી વિસ્તારમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરાશે આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વાહનોમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર ફેરફાર કે અવાજ કરતા સાયલેન્સર લગાવનારને છોડવામાં આવશે નહીં. આગામી દિવસોમાં આ ઝુંબેશ માત્ર આઇકોનિક રોડ પૂરતી મર્યાદિત ન રહેતા શહેરના અન્ય મુખ્ય માર્ગો જેવા કે ચ, ઘ રોડ અને ઇન્ફોસિટી વિસ્તારમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ સ્વરૂપે ચાલુ રાખવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મ્યુ. કમિશનર તુષાર સુમેરા ફિલ્ડમાં:જંકશન પ્લોટનાં માર્ગો પરથી દબાણો દૂર કરવાની કડક સૂચના આપી આરોગ્ય કેન્દ્રની સમીક્ષા કરી, શહેરની સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું
    Next Article
    Netanyahu, Mojtaba Khamenei and Kim Jong-un Drink Coffee At Same Cafe: Viral AI Video Makes Fun Of Israeli PM

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment