Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ પૂરજોશમાં, ડ્રોન વીડિયો:'મેડ ઇન ઇન્ડિયા' 'B28' ટ્રેન 280 કિમીની ઝડપે દોડશે,ઉમરગામના ઝરોલીમાં 10 મહિનામાં પહાડ ચીરી ટનલ બનાવાઈ

    12 hours ago

    ભારતના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. વલસાડ જિલ્લાના વાપી ખાતે દેશનું પ્રથમ હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન આકાર લઈ ચૂક્યું છે. માર્ચ 2026ના તાજા અહેવાલ મુજબ, સ્ટેશનની છતનું કામ પૂર્ણ કરી હવે ઈન્ટિરિયર, ફિનિશિંગ અને સિસ્ટમ ઈન્સ્ટોલેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કોરિડોર પર ઓગસ્ટ 2027 સુધીમાં ભારત-નિર્મિત 'B28' બુલેટ ટ્રેન દોડતી થાય તેવી પૂરી શક્યતા છે. ત્યારે વાપી બુલેટ સ્ટેશનના ડ્રોન વીડિયોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો નજારો જુઓ. એરપોર્ટ જેવી સુવિધાઓ અને 'ગતિ' પર આધારિત ડિઝાઇન વાપીના ડુંગરા વિસ્તારમાં ચણોદ કોલોની પાસે આશરે 28,917 સ્ક્વેર મીટરમાં આ ભવ્ય સ્ટેશન ફેલાયેલું છે. ડિઝાઇન: સ્ટેશનનો બાહ્ય દેખાવ 'ગતિ' (સ્પીડ)ના કોન્સેપ્ટ પર તૈયાર કરાયો છે. સુવિધાઓ: મુસાફરો માટે બિઝનેસ ક્લાસ લાઉન્જ, નર્સરી, અત્યાધુનિક લિફ્ટ અને એસ્કેલેટર જેવી એરપોર્ટ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આર્થિક મહત્વ: સુરત અને બિલીમોરા પછી વાપી એક મહત્વનું સ્ટોપેજ બનશે, જે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગોને મુંબઈ અને અમદાવાદ સાથે સીધું જોડી આર્થિક ગતિવિધિઓને વેગ આપશે. જાપાનીઝ ટેકનોલોજી અને 'મેડ ઇન ઇન્ડિયા'નો સમન્વય સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર, આ પ્રોજેક્ટમાં જાપાનીઝ 'શિંકાન્સેન' ટેકનોલોજીના ટ્રેક અને સિસ્ટમનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ ટ્રેન 'મેડ ઇન ઇન્ડિયા' હશે. ભારત-નિર્મિત 'B28' બુલેટ ટ્રેન શરૂઆતમાં 250થી 280 કિમી/કલાકની ઝડપે દોડશે. એન્જિનિયરિંગ કૌશલ્ય: 10 મહિનામાં પહાડ ચીરી ટનલ તૈયાર વલસાડ સેક્શનમાં ઇજનેરી ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે: ટનલ નિર્માણ: ઉમરગામના ઝરોલી ગામ પાસે પહાડો કાપીને માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં ટનલનું કામ પૂર્ણ કરાયું છે. વાયડક્ટ અને બ્રિજ: NH-48 પરના મેજર બ્રિજ અને વાયડક્ટની કામગીરી પણ હવે અંતિમ ચરણમાં છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર ઘટવાની સાથે પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે.
    Click here to Read More
    Previous Article
    જૂનાગઢમાં 45 નવા યોગ ટ્રેનરો તૈયાર:ગાંધીગ્રામ સ્પોર્ટ્સ સંકુલમાં પરીક્ષા યોજાઈ, હવે ઘરે-ઘરે જઈને લોકોને યોગનું મહત્વ સમજાવશે
    Next Article
    મ્યુ. કમિશનર તુષાર સુમેરા ફિલ્ડમાં:જંકશન પ્લોટનાં માર્ગો પરથી દબાણો દૂર કરવાની કડક સૂચના આપી આરોગ્ય કેન્દ્રની સમીક્ષા કરી, શહેરની સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment