Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમલગ્નના બે વર્ષમાં જ પતિએ પત્નીની હત્યા કરી:પત્નીના આડાસંબંધ હોવાની આશંકા રાખી સરફરાઝ ખાને જાહેર રસ્તા પર ખૂની ખેલ ખેલ્યો

    2 days ago

    સુરત શહેરમાં ફરી એકવાર પ્રેમ સંબંધ અને શંકાના કારણે એક યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 2 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરનાર પૂજાકુમારીની તેના જ પતિ સરફરાઝે જાહેરમાં હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રાંદેર વિસ્તારમાં આવેલા વોકવે પાસે શંકાના વમળમાં ફસાયેલા પતિએ આવેશમાં આવી પત્ની પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રેમલગ્નનો લોહિયાળ અંત: સરફરાઝે પૂજાને મોતને ઘાટ ઉતારી સુરતના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રામનગર વોકવે પાસે આજે બપોરે લોહિયાળ ખેલ ખેલાયો હતો. મળતી માહિતી મુજબ, બિહારના વતની એવા સરફરાઝ ખાન અને પૂજાકુમારી વચ્ચે 2 વર્ષ પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. આ પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમ્યો હતો અને બંને સુખી જીવન જીવવાની આશા સાથે સુરત રહેવા આવ્યા હતા. જોકે, કોને ખબર હતી કે જે પ્રેમ માટે પૂજાએ સંસાર વસાવ્યો હતો, એ જ પ્રેમ તેના મૃત્યુનું કારણ બનશે. સરફરાઝે સામાન્ય બોલાચાલીમાં ઉશ્કેરાઈ જઈ પૂજાના છાતીના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. માનેલાભાઈ સાથે પત્ની વાત કરતી હોય સરફરાઝ ખાનને પસંદ નહોતું પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, પૂજાકુમારી તેના એક માનેલા ભાઈ સાથે અવારનવાર ફોન પર વાતચીત કરતી હતી. આ વાત તેના પતિ સરફરાઝ ખાનને જરાય પસંદ નહોતી. સરફરાઝ પોતાની પત્ની પર સતત શંકા કરતો હતો કે તેને અન્ય કોઈ સાથે આડા સંબંધો છે. આ બાબતને લઈને બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. રવિવારે પૂજા તેના તે મિત્ર સાથે ક્યાંક નીકળી ગઈ હતી, જેના કારણે સરફરાઝ એકદમ ગુસ્સામાં હતો અને તેને શોધતો હતો. જાહેરમાં બોલાચાલી અને કરપીણ હત્યા પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે પૂજા ગઈકાલથી ઘરેથી નીકળી ગઈ હતી. સરફરાઝ તેને આખી રાત શોધતો રહ્યો હતો. આજે જ્યારે તેણે પૂજાને પવિત્રા રેસીડેન્સી પાસે તેના મિત્ર સાથે જોઈ, ત્યારે તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. કોઈ પણ વિચાર કર્યા વગર તેણે તેની પત્નીના જીવનનો અંત લાવી દીધો. જે હાથોએ 2 વર્ષ પહેલા લગ્નની વિધિ કરી હતી, તે જ હાથોએ પત્નીનું લોહી વહેવડાવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરે મૃત જાહેર કરી ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ પૂજાકુમારીને તાત્કાલિક સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે, ચપ્પુનો ઘા એટલો ઊંડો અને હૃદયની નજીક હતો કે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. સિવિલ હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ પૂજાને મૃત જાહેર કરી હતી. આ સમાચાર મળતા જ પૂજાના પરિવારમાં અને હોસ્પિટલ પરિસરમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. કેટરિંગના વ્યવસાય સાથે જોડાયેલું હતું દંપતી પોલીસના જણાવ્યા અનુસાર, સરફરાઝ અને પૂજા બંને બિહારના વતની છે અને સુરતમાં કેટરિંગમાં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બંનેની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હોવાનું અનુમાન છે. પૂજાના માતા-પિતા પણ વર્ષોથી સુરતમાં જ સ્થાયી થયા છે, પરંતુ હાલ તેઓ વતનમાં ગયા હોવાથી પોલીસ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા પાછળ માત્ર અને માત્ર પત્નીના ચરિત્ર પરની શંકા જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો બનાવની જાણ થતા જ રાંદેર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા હત્યારા પતિ સરફરાઝ ખાનની અટકાયત કરી લીધી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને એફએસએલની મદદથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. જાહેરમાં થયેલી આ હત્યાથી સ્થાનિક રહિશોમાં ફાળ પડી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    રાધનપુરમાં 14 વર્ષીય સગીરાનો એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ:લગ્ન કરવાના ના પાડતા પગલું ભર્યુ, સારવાર હેઠળ, આરોપી દુષ્કર્મ ગુજારી ન્યુડ તસવીર વાઈરલ કરવાની ધમકી આપતો
    Next Article
    રાજકોટના આઝાદ હિન્દ ગોલામાં ફૂડ વિભાગનું ચેકીંગ:ફ્લેવર સિરપ અને માવા રબડી સહિત 6 નમૂના લેવાયા, 8 વેપારીને લાયસન્સની નોટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment