Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલિયાના ઘોડા તળાવમાં ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું:ખાણ-ખનીજ વિભાગે દરોડો પાડ્યો, હિટાચી મશીન સહિત 6 વાહનો જપ્ત, 8 લાખનો દંડ

    1 week ago

    ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ઘોડા ગામમાં આવેલા તળાવમાંથી ગેરકાયદેસર માટી ખનન ઝડપાયું છે. ખાણ અને ખનીજ વિભાગે દરોડો પાડી એક હિટાચી મશીન અને પાંચ હાઈવા ટ્રકો સહિત કુલ છ વાહનો જપ્ત કર્યા હતા. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરીના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પી.એન. સોલંકીને મળેલી બાતમીના આધારે ટીમે સ્થળ પર તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું સામે આવ્યું હતું, જેમાં બે હાઈવા ટ્રકોમાંથી અંદાજે 40 મેટ્રિક ટન સાદી માટી મળી આવી હતી. ખાણ-ખનીજ વિભાગે પ્રાથમિક તપાસ બાદ અંદાજે 8 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા પાંચ હાઈવા ટ્રકોને વાલિયા પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા, જ્યારે હિટાચી મશીનને સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા વાહનોમાં જીજે-16-એવી-4906, જીજે-16-એવી-0924, જીજે-16-એવી-4719, જીજે-16-એવી-4535 અને જીજે-16-એવી-0633 નંબરના હાઈવા ટ્રકોનો સમાવેશ થાય છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ભૂતિયા ડિમોલિશન મુદ્દે SMCને તાળા મારવાનો પ્રયાસ:નાસીરનગરવાસીઓનો મ્યુનિ.કમિ.ના બંગલોએ હલ્લાબોલ, તમામની અટકાયત; કોંગ્રેસે કહ્યું-ગોળી મારી દો તો પણ ઉભા નહીં થઈ
    Next Article
    મહીસાગરના ગોધર ગામે 'પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ'ની ઉજવણી:વડાપ્રધાન મોદીનો 12 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે સ્વચ્છતા અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment