Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લઠ્ઠાકાંડમાં વધુ ત્રણ આરોપીની દિલ્લીથી ધરપકડ:SMCએ દિલ્લીથી મિથેનોલનો જથ્થો મોકલનાર ત્રણેય આરોપીના ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવી ગુજરાત લાવવા તજવીજ

    1 day ago

    ભાવનગર જિલ્લાના વરતેજ પંથકમાં ડુપ્લિકેટ વિદેશી દારૂના કારણે સર્જાયેલા અને 13 નિર્દોષ લોકોનો ભોગ લેનારા ચકચારી લઠ્ઠાકાંડ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા 21 શખ્સો સામે ગુનો નોંધાયા બાદ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં સઘન તપાસ ચલાવી રહેલી એસએમસીની ટીમે દિલ્હી પોલીસના સંયુક્ત સહયોગથી દિલ્હીથી ઝેરી મિથેનોલનો જથ્થો સપ્લાય કરનાર વધુ 3 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. દિલ્હી કોર્ટમાંથી આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને તેમને વધુ પૂછપરછ માટે ગુજરાત લાવવાની કવાયત હાથ ધરાઈ છે, જે સાથે જ આ ચકચારી કેસમાં ઝડપાયેલા કુલ આરોપીઓનો આંકડો હવે 31 પર પહોંચી ગયો છે. એસએમસી વડાના માર્ગદર્શન હેઠળ દિલ્હી સુધી તપાસનો દોર લંબાયો ભાવનગરના વરતેજમાં સર્જાયેલી આ ભયાનક હોનારત બાદ સમગ્ર કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. એસએમસી વડા ગગનદીપસિંઘ ગંભીરના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ ટીમોએ જુદા જુદા રાજ્યોમાં સોર્સ સુધી પહોંચવા માટે કવાયત તેજ કરી હતી. તપાસના પ્રારંભિક તબક્કામાં મુખ્ય સૂત્રધાર રઈશ અંસારી સહિત 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં રઈશ અંસારીના 9 દિવસના તેમજ અન્ય 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. ત્યારબાદ હાથ ધરાયેલી સઘન પૂછપરછમાં કેમિકલ સપ્લાયર આનંદ છાંડી સહિત વધુ 13 આરોપીઓ પકડાતાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 28 થઈ હતી. દિલ્હીથી મિથેનોલ સપ્લાય કરનાર ત્રિપુટી ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લવાશે ઝેરી દારૂકાંડના ઝડપાયેલા મુખ્ય આરોપીઓની ઉલટતપાસ દરમિયાન મળેલી મહત્વની કડીઓના આધારે એસએમસીની ટીમે દિલ્હી ખાતે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન દિલ્હીથી મિથેનોલ કેમિકલનો ગેરકાયદે સોર્સ પૂરો પાડનાર પ્રમોદ બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવ (તમામ રહે. દિલ્હી) ની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક અદાલતમાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી ત્રણેય આરોપીઓને કસ્ટડીમાં લઈને ગુજરાત લાવવાની કાનૂની પ્રક્રિયા હાલ પુરજોશમાં ચાલી રહી છે. દિલ્હીથી અમદાવાદ ગોડાઉન સુધી કેમિકલ પહોંચાડવાનું નેટવર્ક ખુલ્યું પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું છે કે પ્રમોદકુમાર બુડાકોટી દ્વારા ઝેરી દારૂ બનાવવા માટે જરૂરી એવા જીવલેણ મિથેનોલ કેમિકલનો જથ્થો ગેરકાયદેસર રીતે રોહિત પ્રધાન અને કેશવ જાટવને સપ્લાય કરવામાં આવતો હતો. ત્યારબાદ આ બંને શખ્સો અન્ય મળતિયા આરોપીઓ મારફતે આ મિથેનોલનો જથ્થો ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા અમદાવાદ સ્થિત ગોડાઉન સુધી પહોંચાડતા હતા અને ત્યાંથી વરતેજ સુધી મોકલવામાં આવતો હતો. એસએમસીની આ કાર્યવાહીથી આંતરરાજ્ય કેમિકલ નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં મોટી સફળતા મળી છે.
    Click here to Read More
    Previous Article
    ગંદકી ફેલાવતા એકમો સામે કડક કાર્યવાહી:મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ ઝોનમાં 17થી વધુ દુકાનો અને ગોડાઉન સીલ કરાયા
    Next Article
    ન્યૂયોર્કમાં ભાગવતના કાર્યક્રમના આયોજકનું X-એકાઉન્ટ સસ્પેન્ડ:હિંદુ અમેરિકન ફાઉન્ડેશને કહ્યું- પ્રોગ્રામ રોકવાનો પ્રયાસ; મેયર મમદાની સહિત અનેક સંગઠનો વિરોધમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment