Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના ધંધામાં વારંવાર પકડાતા ધંધો બદલ્યો:સચિનમાં પહેલા દેશી દારૂ વેચતી 'ગીતા' હવે ગાંજા સાથે ઝડપાઈ, પોલીસ સ્ટેશનમાં ધ્રુસકે-ધ્રુસકે રડી

    2 days ago

    વર્ષોથી દેશી દારૂના વેચાણ સાથે સંકળાયેલી અને અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતી એક મહિલાને સચિન GIDC પોલીસે 120 ગ્રામ ગાંજાના જથ્થા સાથે દબોચી લીધી છે. દારૂના ધંધામાં પોલીસના ડર અને વારંવાર પકડાવાને કારણે થયેલી નિષ્ફળતા બાદ આ મહિલાએ વધુ નફો કમાવવા ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું. સાતવલ્લા ઓવરબ્રિજ પાસેના ઝુપડપટ્ટી વિસ્તારમાં ચાલતું હતું વેચાણ સચિન GIDC પોલીસને બાતમી મળી હતી કે, સાતવલ્લા ઓવરબ્રિજ પાસે આવેલી ઝુપડપટ્ટીમાં એક મહિલા માદક પદાર્થનું વેચાણ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે ગેટ નંબર-1 પાસે આવેલા નેશનલ હાઈવે નંબર-6 નજીક ઓપરેશન હાથ ધર્યું હતું. મહિલાના મકાનના મુખ્ય દરવાજા પાસે આવેલા કાચા રસ્તા પરથી પોલીસે ગીતા ઉર્ફે શાંતિ જયરામ સાહુ (ઉં.વ. 40)ને અટકાવી હતી. તેની તપાસ કરતા તેની પાસેથી નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. દારૂના ધંધામાં વારંવાર પકડાતા ધંધો બદલ્યો પકડાયેલી આરોપી ગીતા સાહુ વર્ષોથી સચિન વિસ્તારમાં દેશી દારૂના કાળા કારોબારમાં સક્રિય હતી. જોકે, પોલીસની કડક વોચ અને દારૂના કેસમાં વારંવાર પકડાવાને કારણે તેને આ ધંધામાં ભારે 'નિષ્ફળતા' મળી હતી. વારંવાર જેલના ધક્કા ખાવા છતાં તે સુધરી ન હતી. આર્થિક નુકસાન ભરપાઈ કરવા અને પોલીસની નજરમાંથી બચવા તેણે દેશી દારૂ છોડીને ગાંજાના છૂટક વેચાણનો નવો રસ્તો અપનાવ્યો હતો, પરંતુ આખરે ફરી કાયદાના સકંજામાં આવી ગઈ હતી. 120 ગ્રામ ગાંજો અને મુદ્દામાલ જપ્ત, NDPS હેઠળ ગુનો નોંધાયો પોલીસે મહિલા પાસેથી કુલ 120 ગ્રામ ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 6,000 જેટલી થાય છે. આ મામલે પોલીસે આરોપી ગીતા સાહુ વિરુદ્ધ સચિન GIDC પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(સી), 20(બી)(II)(એ) અને 29 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ મહિલા છૂટક ગાંજો વેચીને મજૂર વર્ગ અને યુવાનોને નશાના રવાડે ચઢાવતી હતી. આરોપી મહિલાનો 11થી વધુ ગુનાનો ભયાનક ઈતિહાસ પકડાયેલી મહિલા કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ સચિન GIDC વિસ્તારની રીઢા ગુનેગાર છે. તેના નામે પોલીસ ચોપડે અત્યાર સુધીમાં 11થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. 2014થી લઈને 2016 દરમિયાન જ તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ એટલે કે દારૂના વેચાણ અને હેરાફેરીના સતત કેસ નોંધાયા હતા. આ તમામ કેસોમાં તે અગાઉ પણ જેલની હવા ખાઈ ચૂકી છે. જેલના ડરથી મહિલા પોલીસ મથકે પહોંચતા જ કરગરવા લાગી હતી અને ચોધાર આંસુએ રડી પડી હતી.
    Click here to Read More
    Previous Article
    5 જજને તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરાયા:મોરબીના 2, પોરબંદર-1, રાજકોટ-1 અને મોડાસા-1ના જજને રાજ્યપાલ ને હાઈકોર્ટના આદેશથી રિટાયર કરાયા
    Next Article
    જૂનાગઢમાં PGVCLની મેગા ડ્રાઈવ:​235 ટીમોએ 3.85 કરોડની વસૂલાત શરૂ,4 મહિનાથી બિલ ન ભરનારા 5,713 ગ્રાહકોના વીજ કનેક્શન કાપવા મેગા ડ્રાઈવ, પોલીસ બંદોબસ્ત સાથે વસૂલાત શરૂ.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment