Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં PGVCLની મેગા ડ્રાઈવ:​235 ટીમોએ 3.85 કરોડની વસૂલાત શરૂ,4 મહિનાથી બિલ ન ભરનારા 5,713 ગ્રાહકોના વીજ કનેક્શન કાપવા મેગા ડ્રાઈવ, પોલીસ બંદોબસ્ત સાથે વસૂલાત શરૂ.

    2 days ago

    ​સમગ્ર ગુજરાતમાં હાલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે એક અભિયાન છેડવામાં આવ્યું છે. રાજ્યભરમાં લાખો રૂપિયાના બાકી લેણાં વસૂલવા માટે વીજ કંપનીના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે.જેના ભાગરૂપે ઠેર-ઠેર ડિસકનેક્શન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને ઉનાળાની સિઝન શરૂ થતા પૂર્વે કંપની પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા અને પ્રમાણિક ગ્રાહકોને અન્યાય ન થાય તે હેતુથી ડિફોલ્ટરો સામે લાલ આંખ કરી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત હવે જૂનાગઢ વર્તુળ કચેરી પણ મેદાનમાં આવી છે અને મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ​પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની જૂનાગઢ વર્તુળ કચેરી હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં બાકી વીજ બિલના નાણાં વસૂલવા માટે આજે વહેલી સવારથી જ મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં જૂનાગઢ શહેર વિભાગીય કચેરી ઉપરાંત ગ્રામ્ય વિભાગ-1, ગ્રામ્ય વિભાગ-2 અને વેરાવળ ડિવિઝનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વીજ કંપનીના ઇજનેર એસ.એચ. રાઠોડે જણાવ્યું હતું કે જે ગ્રાહકોના વીજ બિલ છેલ્લા ચાર માસ કે તેથી વધુ સમયથી બાકી છે અને વારંવારની સૂચના છતાં નાણાં ભરપાઈ કરવામાં આવ્યા નથી, તેવા ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવાની સૂચના આપવામાં આવી છે.આ મેગા ડ્રાઈવના આંકડાઓ પર નજર કરીએ તો, તંત્ર દ્વારા કુલ 5713 જેટલા ગ્રાહકોને લક્ષિત કરવામાં આવ્યા છે. આ ગ્રાહકો પાસેથી વીજ કંપનીએ અંદાજે 3 કરોડ 85 લાખ રૂપિયા જેટલી માતબર રકમ વસૂલવાની બાકી નીકળે છે. લાંબા સમયથી બાકી રહેલી આ રકમને કારણે કંપનીના મહેસૂલ પર અસર પડી રહી હતી, જેના કારણે હવે કડક વલણ અપનાવવું અનિવાર્ય બન્યું છે. જૂનાગઢ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વીજ કંપનીના વાહનોના કાફલા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને બાકીદારોના ઘરે તથા ધંધાકીય એકમો પર પહોંચીને કનેક્શન કાપવાની કામગીરી તેજ બનાવી હતી. ​આટલી મોટી વસૂલાતની ઝુંબેશને સુચારુ રીતે પાર પાડવા માટે PGVCL દ્વારા પોલીસ બંદોબસ્ત અને PGVCL ની અલગ અલગ વીમો સાથે રાખવામાં આવી છે. સમગ્ર કામગીરી માટે કુલ 235 જેટલી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જે નિર્ધારિત વિસ્તારોમાં વહેંચાઈને કામ કરી રહી છે. આ ટીમોમાં 315 થી વધુ ટેકનિકલ અને રેવન્યુ (ક્લેરિકલ) કર્મચારીઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓની સુરક્ષા અને કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણની સ્થિતિ ઊભી ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ફાળવવામાં આવ્યો છે. જેમાં લોકલ પોલીસની સાથે એક્સ-આર્મી મેન અને GUVNL પોલીસની ટીમ પણ સતત હાજર રહીને કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડી રહી છે. ​વીજ કંપનીના અધિકારીઓએ આ તકે ગ્રાહકોને ખાસ નમ્ર અપીલ પણ કરી છે. હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે અને તાપમાનનો પારો ઊંચો જઈ રહ્યો છે, ત્યારે જો વીજ જોડાણ કપાય તો ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. પંખા, એસી અને કુલર વગર રહેવું મુશ્કેલ બની જશે, તેથી નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાની નૈતિક જવાબદારી સમજીને બાકી રહેતી રકમ તાત્કાલિક ધોરણે ભરપાઈ કરી દે. જો ગ્રાહકો સમયસર બિલ ભરી દેશે તો તેમને વીજ કાપની અસુવિધાથી બચાવી શકાશે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ આક્રમક બને તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દારૂના ધંધામાં વારંવાર પકડાતા ધંધો બદલ્યો:સચિનમાં પહેલા દેશી દારૂ વેચતી 'ગીતા' હવે ગાંજા સાથે ઝડપાઈ, પોલીસ સ્ટેશનમાં ધ્રુસકે-ધ્રુસકે રડી
    Next Article
    પુરી સ્ટેશન પર 60 દિવસનો બ્લોક:પ્લેટફોર્મ અપગ્રેડેશનના કારણે હવે માલતીપાટપુર સ્ટેશનથી જ મુસાફરોએ ટ્રેન પકડવી પડશે, પુરી જતી ગાંધીધામ ટ્રેનો આંશિક રદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment