Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મણિનગર ખાતે આવેલા ક્રિશ્ચન કબ્રસ્તાન ઉપર દાવો નકારતી કોર્ટ:કબર ખોદનારના વારસદારોએ કર્યો હતો દાવો, અમદાવાદ સિવિલ કોર્ટ બાદ હાઇકોર્ટનો પણ કાયમી મનાઈ હુકમ આપવા ઇનકાર

    2 days ago

    અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં દેવીપૂજક સમાજના મણિલાલ નામના વ્યક્તિના 19 જેટલા વારસદારોએ મણિનગર ખાતે આવેલા ક્રિશ્ચન કબ્રસ્તાનની પ્રોપર્ટી ઉપર દાવો દાખલ કર્યો હતો. જેની 5 હજાર સ્ક્વેર મીટર જેટલી જમીન છે. જેના એક નાના ભાગ ઉપર તેઓના 6 જેટલા મકાનો આવેલા છે. તેઓનો દાવો હતો કે 1935થી તેમના પૂર્વગામીઓ ત્યાં વસતા હતા. તેઓ દફનવિધિમાં ખાડો ખોદવાનું કામ કરતા હતા. ત્યારે આ જગ્યા ઉપર કોઈ બાંધકામ નહોતું. 1976માં તેઓના પૂર્વગામીઓએ બે ઘર બનાવ્યા હતા. ત્યારબાદના 40 વર્ષમાં બીજા ચાર ઘર બનાવવામાં આવ્યા હતા. આમ અહીં કુલ 6 ઘર છે અને આ જગ્યા ક્રિશ્ચનોનું કબ્રસ્તાન છે, પરંતુ તેનો કોઈ ઉપયોગ થતો નથી. અહીં કોઈ પ્રાર્થના માટે પણ આવતું નથી. અરજદારો ટેક્સબિલ અને લાઈટ બિલ ભરે છે. આ જગ્યાનું કોઈ ટ્રસ્ટ નથી કે તેની કોઈ દેખભાળ કરતું નથી. અહીં ફક્ત બે કબરો આવેલી છે, જ્યાં પણ કોઈ આવતું નથી. આ સરકારી ખરાબાની જમીન છે- સરકારી વકીલ સામે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આ મૂળ જમીન સરકારની છે. જેને ખ્રિસ્તીઓના કબ્રસ્તાન માટે આપવામાં આવી હતી. અરજદારના પુરોગામીઓ તો ત્યાં ફક્ત કામ કરતા હતા. ત્યાં પહેલા તેઓએ ઝૂંપડી બાંધી અને હવે સંપૂર્ણ જમીન પર કબજો કરવાનો દાવો કરી રહ્યા છે. આ સરકારી ખરાબાની જમીન છે. કુલ 56 પુરાવા કોર્ટ સમક્ષ મુકવામાં આવ્યા હતા. 40 વર્ષથી વસવાટ કરતા હોવાની અરજદારની રજૂઆત હતી કોર્ટે નોંધ્યું હતું કે રેવન્યુ રેકોર્ડમાં જમીન કબ્રસ્તાન તરીકે દર્શાવાય છે. અરજદારોનો દાવો છે કે, તેઓ 40 વર્ષથી ત્યાં વસી રહ્યા છે. ત્યાં હવે કોઈ પ્રાર્થના કરવા આવતું નથી. કોઈ ભાડું તે લોકો પાસેથી વસૂલવામાં આવતું નથી. પરંતુ અરજદારના પુરોગામીઓ માત્ર કેરટેકર હતા. મૂળ આ સરકારે ક્રિશ્ચનોને આપેલું કબ્રસ્તાન છે. તેઓએ પહેલો કેસ વર્ષ 2004માં દાખલ કર્યો હતો.1986 થી રેવન્યુ રેકોર્ડમાં વાદીઓનુ નામ છે, જ્યાંથી 2004 સુધીનો સમય ગણાતા કાયદા અનુસાર સળંગ 30 વર્ષ તેઓ અહીં વસ્યા હોય તેવું પણ સાબિત થતું નથી. તેઓ સંપૂર્ણ 5 હજાર સ્ક્વેર મીટર જમીન ઉપર દાવો કરી શકે નહીં. સિવિલ કોર્ટના હુકમ સામે અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે હજુ પણ ત્યાં ખ્રિસ્તીઓની કબર છે. વાદીઓએ કદી જમીન ખરીદવા પ્રયત્ન કર્યો નથી. અરજદારના પુરોગામીઓ ત્યાં કબરો ખોદવાનું કામ કરતા હતા. હજુ પણ કેટલાક લોકો ત્યાં પ્રાર્થના કરવા આવે છે. વળી અમદાવાદ મહાનગરપાલિકાએ વાદીઓને કોઈ નોટીસ ફટકારી નથી, ત્યારે અરજદારોને કાયમી મનાઈ હુકમ આપી શકાય નહીં.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર યુનિ.માં નશાના કારોબાર સામે NSUI મેદાને:દારૂની ખાલી બોટલ મામલે કડક તપાસની માંગ, બંધ બિલ્ડિંગો અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યાનો આક્ષેપ
    Next Article
    પરિણીતાનું અપહરણ કરીને ગેંગરેપ:ફેસબુક પર મિત્રતા કેળવી, મળવા બોલાવીને અપહરણ કરીને બળાત્કાર ગુજાર્યો; જૂનાગઢમાં 6 શખ્સો દબોચાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment