Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડીના યુવાનનું ડેડીયાસણ પાસે અકસ્માતમાં મોત:એક્ટિવા સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા પહોંચી, હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યો

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના એક યુવાનનું ડેડીયાસણ ગામ નજીક અકસ્માતમાં મૃત્યુ થયું છે. પાટડીથી વિરમગામ જઈ રહેલા રાજેન્દ્રસિંહ પરમારનું એક્ટિવા સ્લીપ ખાઈ જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના ફુલકી પાસે ડેડીયાસણ ગામ નજીક ડાયવર્ઝન પાસે બની હતી. અકસ્માત બાદ આસપાસના લોકોએ યુવાનને ગંભીર હાલતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક વિરમગામ હોસ્પિટલ પહોંચાડ્યો હતો. વિરમગામ હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે રાજેન્દ્રસિંહ પરમારને મૃત જાહેર કર્યા હતા. આ દુર્ઘટનાની જાણ થતાં મૃતક યુવાનના પરિવારજનો ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં રાજેન્દ્રસિંહ પરમારનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પાટડી ખાતે નીકળેલી તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ:પ્રમુખ અને સભ્યોનો વિદાય સમારોહ યોજાયો, સેવાઓને બિરદાવી
    Next Article
    મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ:એસોસિયેશને બેઠક બાદ નિર્ણય લીધો, ઈરાન સામે અમેરિકા યુદ્ધના કારણે ગેસની અછત અને ભાવની અનિશ્ચિતતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment