Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ:પ્રમુખ અને સભ્યોનો વિદાય સમારોહ યોજાયો, સેવાઓને બિરદાવી

    2 days ago

    ભરૂચ નગરપાલિકાની પાંચ વર્ષની કાર્યકાળ પૂર્ણ થતાં પાલિકાના સભાખંડમાં પ્રમુખ અને સભ્યોનો વિદાય સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ સભ્યોને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમની સેવાઓને બિરદાવી હતી. વિદાય સમારોહમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પ્રમુખ અને સભ્યોએ શહેરના વિકાસ અને જનસેવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. તેમણે તમામ સભ્યોના કાર્યને યાદ કરી તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રમુખ વિભૂતિબા યાદવે પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સભ્યોના સહકારથી જ છેલ્લા અઢી વર્ષ દરમિયાન શહેરના વિકાસ માટે અનેક કામગીરીઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી છે. તેમણે સહકાર આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે, પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની આગામી કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને લીલીઝંડી:રાજકોટનાં વિકાસ માટે રૂડાનું રૂ.302.32 કરોડનું બજેટ મંજૂર, નવા રિંગરોડનાં કામો સમયમર્યાદામાં પુરા કરવા કમિશનરે ખાતરી આપી
    Next Article
    પાટડીના યુવાનનું ડેડીયાસણ પાસે અકસ્માતમાં મોત:એક્ટિવા સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા પહોંચી, હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment