Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને લીલીઝંડી:રાજકોટનાં વિકાસ માટે રૂડાનું રૂ.302.32 કરોડનું બજેટ મંજૂર, નવા રિંગરોડનાં કામો સમયમર્યાદામાં પુરા કરવા કમિશનરે ખાતરી આપી

    2 days ago

    રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA) દ્વારા શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે તારીખ 16-03-2026ના રોજ 181મી મહત્વપૂર્ણ બોર્ડ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ માટે કરોડો રૂપિયાના વિકાસલક્ષી કામો અને નવી નગર રચના યોજનાઓ (ટીપી સ્કીમ) અંગેના નિર્ણયો લેવામાં આવ્યા છે. ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજકોટના ભવિષ્યના વિકાસનો નવો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં નવા રિંગરોડનાં કામો સમયમર્યાદામાં પુરા કરવા માટેની ખાતરી મ્યુ. કમિશનર અને રૂડા ચેરમેન તુષાર સુમેરાએ આપી છે. નવી નગર રચના યોજનાઓનો ઇરાદો જાહેર શહેરના ભૌગોલિક વિસ્તારમાં થતા સતત વધારાને ધ્યાનમાં રાખીને, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976ની કલમ-41 (1) હેઠળ સત્તામંડળ દ્વારા બે મહત્વની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજનાઓ બનાવવાનો ઇરાદો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે. * નગર રચના યોજના નં.39/2 (બેડી): બેડી વિસ્તારના વિકાસને વેગ આપવા માટે આ સ્કીમ અત્યંત મહત્વની સાબિત થશે. અહીં રસ્તાઓ, ખુલ્લી જગ્યાઓ અને પ્લોટિંગનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે. * નગર રચના યોજના નં.44 (પાળ-કાંગશિયાળી): પાળ અને કાંગશિયાળી જેવા ઝડપથી વિકસતા વિસ્તારોમાં આયોજનબદ્ધ રહેણાંક અને વ્યાપારી સુવિધાઓ ઊભી કરવાના હેતુથી આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ નવી ટીપી સ્કીમ્સના કારણે અનિયંત્રિત બાંધકામો પર રોક લાગશે અને લોકોને કાયદેસરના પ્લોટ તેમજ રસ્તા, ડ્રેનેજ અને લાઈટ જેવી પાયાની જરૂરિયાતો સુવ્યવસ્થિત રીતે મળી શકશે. મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ની બોર્ડ બેઠક યોજાઈ હતી. આ બેઠકના મુખ્ય 3 એજન્ડા હતા, જે પૈકી વર્ષ 2026-27નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. રૂડા દ્વારા હવે રાજકોટ કોર્પોરેશનની બોર્ડરમાં આવેલા વિસ્તારો અને આઉટગ્રોથ વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની જવાબદારી લેવામાં આવી છે. આ વિસ્તારોમાં રોડ, પાણી સહિતની તમામ માળખાગત સુવિધાઓ માટે અલગથી DPR (ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વધુમાં, બોર્ડ બેઠકમાં 2 નવી ટીપી સ્કીમ બનાવવાના ઈરાદા જાહેર કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષમાં કુલ 9 ટીપી સ્કીમ જાહેર કરવામાં આવી છે. આગામી વર્ષે રૂડાની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે આ સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે રૂડા દ્વારા મોટા પાયે ટાઉન પ્લાનિંગ સ્કીમ અને આઉટગ્રોથ પ્રોજેક્ટ્સ હાથ ધરવા માટેનું આયોજન છે. આ ઉપરાંત, રિંગ રોડના કામને 3 ફેઝમાં વહેંચીને ટાર્ગેટ મુજબ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી આગળ વધી રહી છે. નિયત સમયમર્યાદામાં બધા કામો પૂર્ણ થતાં નવા રિંગરોડ પરથી પસાર થતા લાખો વાહનચાલકોને તેનો લાભ મળશે. મુખ્ય પ્રોજેક્ટ્સ અને વિકાસલક્ષી આયોજનો 1. આધુનિક રોડ નેટવર્ક અને કનેક્ટિવિટી: નવી મંજૂર થયેલી ટીપી સ્કીમ નં.39/2 (બેડી) અને ટીપી સ્કીમ નં.44 (પાળ-કાંગશિયાળી) અંતર્ગત મુખ્ય ડી.પી. રોડ અને આંતરિક રસ્તાઓનું નિર્માણ કરવામાં આવશે. આ વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે પહોળા રસ્તાઓ અને જંકશન રિમોડેલિંગના કામો હાથ ધરાશે, જે રાજકોટ શહેરને હાઈવે સાથે જોડતા મુખ્ય માર્ગોને વધુ સુગમ બનાવશે. 2. પાયાની જનસુવિધાઓનું વિસ્તરણ: બજેટની મોટી રકમ ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય લાઈન્સ અને સ્ટ્રીટ લાઈટ જેવા પાયાના કામો માટે ફાળવવામાં આવી છે. ખાસ કરીને પાળ અને કાંગશિયાળી જેવા વિસ્તારોમાં નવી સોસાયટીઓ બનતી હોવાથી ત્યાં પીવાના પાણીની લાઈન અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP)ના વિસ્તરણના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા અપાશે. 3. સામાજિક આંતરમાળખું અને સુવિધા પ્લોટ્સ: નગર રચના યોજનાના નિયમો મુજબ, રૂડા દ્વારા સંપાદિત કરવામાં આવતી જમીનમાં ગાર્ડન, પ્લેગ્રાઉન્ડ, આંગણવાડી, હેલ્થ સેન્ટર અને શાળાઓ માટે પ્લોટ્સ અનામત રાખવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ દ્વારા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારોને નજીકમાં જ સરકારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. 4. પર્યાવરણ અને ગ્રીનરી: બજેટમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે. રૂડા હેઠળના વિસ્તારોમાં 'ગ્રીન બેલ્ટ' વિકસાવવા અને હયાત તળાવોના બ્યુટિફિકેશનના પ્રોજેક્ટ્સ પર પણ ભાર મૂકવામાં આવશે. નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ.302.32 કરોડનું બજેટ રાજકોટના વિકાસની ગતિને અવિરત રાખવા માટે રૂડા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ રૂ.302.32 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે. આ બજેટમાં શહેરના અદ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મુખ્ય માર્ગોનું વિસ્તૃતિકરણ, બ્રિજ નિર્માણ અને બાગ-બગીચા જેવી જનસુવિધાઓ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. આ બજેટ રાજકોટના આર્થિક અને સામાજિક માળખાને મજબૂત બનાવવામાં મહત્વનું સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વહીવટી તંત્રના અને લોકપ્રતિનિધિઓના સમન્વય સાથે નિર્ણયો લેવાયા હતા. જેમાં ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા, વહીવટદાર રેમ્યા મોહન સહિત જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી સહિતનાઓ ખાસ હાજર રહ્યા હતા. બેઠકના અંતે સભ્યોએ રાજકોટના ઝડપી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ બોર્ડ બેઠકના નિર્ણયથી રાજકોટના રીયલ એસ્ટેટ સેક્ટર અને સામાન્ય જનતામાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Khar police officer caught taking Rs 1.5 lakh bribe to ‘fix’ court-ordered property dispute report: ACB
    Next Article
    ભરૂચ નગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ:પ્રમુખ અને સભ્યોનો વિદાય સમારોહ યોજાયો, સેવાઓને બિરદાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment