Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ:એસોસિયેશને બેઠક બાદ નિર્ણય લીધો, ઈરાન સામે અમેરિકા યુદ્ધના કારણે ગેસની અછત અને ભાવની અનિશ્ચિતતા

    2 days ago

    મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસની અછત અને ભાવની અનિશ્ચિતતાને કારણે એક મહિના માટે બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લેવાયો છે. આજે મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે યોજાયેલી બેઠકમાં અંદાજે 500 જેટલા ઉદ્યોગકારો હાજર રહ્યા હતા. મોરબી અને આસપાસના વિસ્તારમાં વિશ્વ કક્ષાના લગભગ 650 સિરામિક કારખાનાઓ 24 કલાક કાર્યરત રહે છે. જોકે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે છેલ્લા 15 દિવસથી પ્રોપેન ગેસનો પુરવઠો અનિયમિત બન્યો છે. આ ઉપરાંત, નેચરલ ગેસનો માસિક વપરાશનો 80% જથ્થો પણ મોટાભાગના ઉદ્યોગકારોએ વાપરી નાખ્યો છે, જેના કારણે કેટલાક કારખાનાઓમાં નેચરલ ગેસનો પુરવઠો પણ બંધ થઈ ગયો છે. આ પરિસ્થિતિને પગલે, મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે ચારેય ડિવિઝનના પ્રમુખોની આગેવાની હેઠળ ઉદ્યોગકારોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હાજર 500 જેટલા ઉદ્યોગકારોએ ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાતા નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ બંનેની ઉપલબ્ધતા અને ભાવ નિશ્ચિત ન હોવાથી ઉદ્યોગ ચાલુ રાખવો અશક્ય હોવાનું જણાવ્યું હતું. આથી, ઉદ્યોગકારોએ સામૂહિક રીતે એક મહિના માટે સિરામિક ઉદ્યોગને સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા અનુસાર, ગેસની ઉપલબ્ધતા અને ભાવ નિશ્ચિત થયા બાદ જ સિરામિક ઉત્પાદનોના નવા ભાવ સાથે ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાટડીના યુવાનનું ડેડીયાસણ પાસે અકસ્માતમાં મોત:એક્ટિવા સ્લીપ થતા માથામાં ગંભીર ઈજા પહોંચી, હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યો
    Next Article
    ગીર સોમનાથમાં PGVCLની મેગા ડ્રાઇવ:બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ, 2086 વીજ જોડાણ કાપવા માટે કાર્યવાહી શરૂ, 94 ટીમ મેદાનમાં ઉતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment