Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશોદમાં શંકાસ્પદ ડેરી પર ચેકીંગ હાથ ધરાયું:​યુવરાજસિંહની રેડ બાદ સફાળા જાગેલા જૂનાગઢ ફૂડ વિભાગની 'ચૂપકીદી'; કેશોદમાં દરોડા છતાં અધિકારી દવેએ કહ્યું- 'ગાંધીનગરથી માહિતી આપવાની મનાઈ છે'.

    11 hours ago

    જૂનાગઢનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાણે મહિનાઓથી ઘોર નિદ્રામાં હોય તેમ લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હતું. જોકે, બે દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવેલી 'જનતા રેડ' બાદ તંત્રએ આળસ મરડીને કામગીરી તો શરૂ કરી છે, પરંતુ પારદર્શિતાના નામે મીંડું જોવા મળી રહ્યું છે. કેશોદમાં શંકાસ્પદ ડેરી પર દરોડા પાડ્યા બાદ હવે ફૂડ વિભાગના અધિકારીઓ મીડિયાને માહિતી આપતા પણ ડરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ​કેશોદમાં દરોડા છતાં અધિકારીઓની રહસ્યમય ચૂપકીદી ​આજે જૂનાગઢ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને SOG પોલીસની ટીમે કેશોદની 'શ્રી શક્તિ ડેરી એન્ડ સિલીંગ સેન્ટર' પર ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું. લાંબા સમય બાદ જાગેલા ફૂડ વિભાગે નમૂના તો લીધા, પરંતુ જ્યારે આ અંગે દિવ્ય ભાસ્કર દ્વારા ફૂડ વિભાગના અધિકારી દવે સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે અત્યંત આશ્ચર્યજનક નિવેદન આપ્યું હતું. અધિકારી દવેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "અમને ગાંધીનગર અમારા વિભાગ તરફથી સૂચના છે કે મીડિયાને કોઈપણ પ્રકારની માહિતી આપવાની નથી." નવાઈની વાત તો એ છે કે, જે કાર્યવાહી તેમની હાજરીમાં થઈ રહી હતી તે વિશે પૂછતા તેમણે કહ્યું કે, "મારે જાણવું પડશે કે ત્યાં શું ચાલી રહ્યું છે." તંત્રની આ ગુપ્તતા અને જવાબદારીમાંથી છટકવાની વૃત્તિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ​બે દિવસ પહેલાની જનતા રેડે તંત્રની પોલ ખોલી હતી ​ઉલ્લેખનીય છે કે, તંત્રની આ કામગીરી પાછળ બે દિવસ પહેલા જૂનાગઢના કાળવા ચોકમાં બનેલી ઘટના જવાબદાર છે. વહેલી સવારે પાંચ વાગ્યે યુવરાજસિંહ જાડેજાની ટીમે જાગૃત નાગરિકોની મદદથી કેમિકલયુક્ત દૂધ ભરેલું ટેન્કર પકડી પાડ્યું હતું. આ ટેન્કર વિસાવદરના દેડિયા ગામથી આવતું હતું અને તેના માલિક દેવાભાઈ ભરવાડ હોવાનું સામે આવ્યું હતું. ટીમે આરોપ લગાવ્યો હતો કે આ ભેળસેળિયા તત્વો લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. તે સમયે ફૂડ વિભાગ પાસે પ્રાથમિક ટેસ્ટિંગ કીટ પણ ન હોવાથી જનતાએ તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. ​સફેદ દૂધનો કાળો કારોબાર અને ભયાનક સત્ય ​યુવરાજસિંહની ટીમે કરેલા પર્દાફાશ મુજબ, દેડિયા ગામની સહકારી ડેરીમાં માત્ર ચાર કેન જેટલું શુદ્ધ દૂધ મેળવી તેમાં મોટા જથ્થામાં કેમિકલયુક્ત દૂધ ઉમેરવામાં આવતું હતું. અંદાજે 350 થી 400 લિટર જેટલો આ ઝેરી જથ્થો સોરઠની ડેરીઓમાં ઠાલવવામાં આવતો હતો. યુવરાજસિંહ જાડેજાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કેન્સર અને કિડનીના જે કેસો વધી રહ્યા છે તેની પાછળ આવા ભેળસેળિયા તત્વો જવાબદાર છે. ​ કેશોદની શ્રી શક્તિ ડેરીમાં તપાસ દરમિયાન જે પ્રકારનું વર્તન ફૂડ વિભાગના અધિકારી દવેએ મીડિયા સાથે કર્યું છે, તે જોતા શંકા જન્મે છે કે શું તંત્ર કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે? ગાંધીનગરથી માહિતી આપવાની મનાઈ હોવાનું બહાનું ધરીને અધિકારીઓ હકીકત લોકો સુધી પહોંચતા રોકી રહ્યા છે. જનતામાં હવે એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું તંત્ર માત્ર દેખાવ ખાતર તપાસ કરી રહ્યું છે કે પછી ખરેખર કોઈ કડક કાર્યવાહી થશે ?
    Click here to Read More
    Previous Article
    આફતાબ હુસૈન અંસારી અને જે. જે. પટેલે વકીલોનો આભાર માન્યો:વકીલોના હિતાર્થ અને ટેક્નોલોજિકલ રીતે આગળ લઈ જવા કામ કરવાનું વિઝન
    Next Article
    ગંદા ટોઇલેટ ને ગંદકીના ગંજ એટલે પાંચોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ:નળના અભાવે 24 કલાક વહેતા પાણીથી મચ્છરોનો ત્રાસ; કોંગ્રેસ અગ્રણીની CMને રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment