Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આફતાબ હુસૈન અંસારી અને જે. જે. પટેલે વકીલોનો આભાર માન્યો:વકીલોના હિતાર્થ અને ટેક્નોલોજિકલ રીતે આગળ લઈ જવા કામ કરવાનું વિઝન

    12 hours ago

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ પ્રેફરન્સનું વોટનું પરિણામ જાહેર કરવામાં થઈ ચૂક્યું છે. BCG ચૂંટણીમાં વકીલોએ આપેલા 46,286 મતો માન્ય ઠર્યા છે. વોટ શેર આધારે પ્રથમ પ્રેફરન્સમાં માન્ય થયેલા બે ઉમેદવારોનું સભ્યપદ નક્કી થયું છે, જેમાં આફતાબ હુસૈન અંસારી અને જે.જે.પટેલે ક્વોટા પાર કરી વિજય મેળવ્યો છે. અન્સારીએ પોતાની જીતને વકીલોની જીત ગણાવી આફતાબ હુસેન અન્સારીએ જણાવ્યું હતું કે, તેઓને 2,398 પ્રથમ પ્રેફરન્સના વોટ મળ્યા છે. આમ તેઓ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય બન્યા છે. તેઓએ રાજ્યભરના વકીલોનો આભાર માન્યો હતો. પોતાની જીતને વકીલોની જીત જણાવી હતી. તેઓ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, હિસાબોમાં પારદર્શિતા, યુવા વકીલોને સ્ટાઈપેન્ડ, સિનિયર વકીલોને 65 વર્ષથી ઉંમરે આર્થિક સહાય જેવા મુદ્દાઓ ઉપર ભાર મૂક્યો હતો. હાઇકોર્ટના વકીલ જેવી જિલ્લા-તાલુકાના વકીલને સુવિધા મળે તેવા પ્રયાસઃ જે.જે. પટેલ બીજી તરફ જે. જે. પટેલે જણાવ્યું હતું કે, તેઓ આધુનિક બાર કાઉન્સિલ અને આધુનિક બાર એસોસિએશન બનાવવા માટે તત્પર છે. હાઇકોર્ટના વકીલ જેવી સુવિધાઓ જિલ્લા અને તાલુકાના વકીલને મળે તેવી વ્યવસ્થા તેઓ કરવા માગે છે. અગાઉ જ્યારે તેઓ બાર કાઉન્સિલમાં ચૂંટાયા હતા, ત્યારના તમામ વાયદા પૂરા કર્યા છે. ડબલ ગ્રેજ્યુએટ વકીલોના મત લેવા અને તેમાં પણ નેતા બનવું અઘરું છે. તેઓએ પોતાની જીત માટે રાજ્યના વકીલોની શ્રેય આપ્યો હતો. ચેરમેન અને કમિટીના હોદ્દેદારોની નિમણૂક કરાશે ઉલ્લેખનીય છે કે, BCGના સભ્ય માટે 1929નો ક્વોટા મેળવવો જરૂરી હતો. આફતાબ હુસૈન અન્સારી 2,398 વોટ ક્વોટા સાથે પ્રથમ સભ્ય બન્યા બન્યા છે. જે. જે. પટેલને 1949 વોટ ક્વોટા સાથે બીજા નંબરે કાઉન્સિલના સભ્ય બન્યા છે. કુલ 23 ઉમેદવારો BCGના સભ્યો નક્કી થશે. તમામ સભ્યો થકી પોતાના ચેરમેન અને કમિટીના હોદ્દેદારોની નિમણૂક કરાશે. 6 માર્ચે રાજ્યના 150 સેન્ડર પર મતદાન યોજાયું હતું ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. 6 માર્ચે યોજાયેલ આ ચૂંટણીમાં રાજ્યના 150 સેન્ટર ઉપર મતદાન યોજાયું હતું. તમામ ઉમેદવારોનું પરિણામ સ્પષ્ટ થતા BCGના હોદ્દેદારોનું ચિત્ર પણ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં યુવકની હત્યા મામલે ત્રણ ઝડપાયા:મૃતક અને ત્રણ મહિલાઓએ હનીટ્રેપ કરી પૈસા માગતા હોવાની આરોપીએ 3 દિવસ પહેલા અરજી કરી હતી
    Next Article
    કેશોદમાં શંકાસ્પદ ડેરી પર ચેકીંગ હાથ ધરાયું:​યુવરાજસિંહની રેડ બાદ સફાળા જાગેલા જૂનાગઢ ફૂડ વિભાગની 'ચૂપકીદી'; કેશોદમાં દરોડા છતાં અધિકારી દવેએ કહ્યું- 'ગાંધીનગરથી માહિતી આપવાની મનાઈ છે'.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment