Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંદા ટોઇલેટ ને ગંદકીના ગંજ એટલે પાંચોટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ:નળના અભાવે 24 કલાક વહેતા પાણીથી મચ્છરોનો ત્રાસ; કોંગ્રેસ અગ્રણીની CMને રજૂઆત

    10 hours ago

    ઉત્તર ગુજરાતના યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે મહેસાણાના પાંચોટ ખાતે સરકાર દ્વારા અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ હાલમાં આ સંકુલ યોગ્ય જાળવણીના અભાવે બદહાલીનો શિકાર બન્યું છે. કોંગ્રેસ અગ્રણી ભૌતિક ભટ્ટ દ્વારા આ ગંભીર મુદ્દે સરકાર અને સ્થાનિક પ્રશાસનનું ધ્યાન દોરવામાં આવ્યું છે. સંકુલમાં પાણીના નળ ગાયબ હોવાથી 24 કલાક પાણીનો વેડફાટ પાંચોટ સ્પોર્ટ્સ સંકુલની વર્તમાન સ્થિતિ અંગે વિગતો આપતા ભૌતિક ભટ્ટે જણાવ્યું હતું કે, રમતગમતના મેદાનની બાજુમાં આવેલા શૌચાલયો લાંબા સમયથી સાફ કરવામાં આવ્યા નથી. જેના કારણે ત્યાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. એટલું જ નહીં સંકુલમાં પાણીના નળ ગાયબ હોવાથી 24 કલાક પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ ભરાયેલા પાણીના કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે. જે ખેલાડીઓના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ ગંભીર બેદરકારી મામલે ગુજરાત રાજ્યના રમત-ગમત મંત્રીને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક પગલાં ભરવા માગ કરવામાં આવી છે. અનેક જગ્યાએ લાંબા સમયથી સફાઈના અભાવે ગંદકીના ઢગ બીજી તરફ મહેસાણા શહેરની શાન ગણાતા બિલાડી બાગ પાસે કરોડો રૂપિયાના ખર્ચે નિર્મિત 'અટલ સ્વિમિંગ પૂલ'ની હાલત પણ કંઈક આવી જ છે. સ્વિમિંગ પૂલના પાર્કિંગ એરિયા સહિતના અન્ય ભાગોમાં લાંબા સમયથી સફાઈના અભાવે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. સ્વિમિંગ પૂલ જેવા સંવેદનશીલ જાહેર સ્થળે સ્વચ્છતાના અભાવને પગલે નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. સરકાર દ્વારા રમતગમત પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સ્થાનિક તંત્રની આળસ અને દેખરેખના અભાવે આ સરકારી મિલકતો ખંડેર જેવી બની રહી છે. ત્યારે તંત્ર જાગે અને ખેલાડીઓને યોગ્ય સુવિધા મળે તેવી માગ પ્રબળ બની છે.
    Click here to Read More
    Previous Article
    કેશોદમાં શંકાસ્પદ ડેરી પર ચેકીંગ હાથ ધરાયું:​યુવરાજસિંહની રેડ બાદ સફાળા જાગેલા જૂનાગઢ ફૂડ વિભાગની 'ચૂપકીદી'; કેશોદમાં દરોડા છતાં અધિકારી દવેએ કહ્યું- 'ગાંધીનગરથી માહિતી આપવાની મનાઈ છે'.
    Next Article
    AAP MLA Anmol Gagan Maan’s husband convicted in 2018 cheque bounce case

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment