Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર દરબારગઢમાં વન-વેની કડક અમલવારી શરૂ:ટ્રાફિક હળવો બન્યો, નિયમ ભંગ કરનારા દંડાયા

    2 days ago

    જામનગરના દરબારગઢ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સિટી-એ ડિવિઝન પોલીસે વન-વે નિયમની કડક અમલવારી શરૂ કરી છે. લાંબી બેરીકેટ મૂકીને આ નિયમનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ટ્રાફિકમાં નોંધપાત્ર રાહત મળી છે. નિયમનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. દરબારગઢ, બર્ધન ચોક અને સુભાષ શાક માર્કેટ જેવા વિસ્તારોમાં લાંબા સમયથી વન-વે નિયમનો અમલ થતો ન હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. ખાસ કરીને રમઝાન માસ અને ચેતી ચાંદ જેવા તહેવારોના કારણે આ સમસ્યા વધુ વકરી હતી. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડાની સૂચનાથી દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વસંતલાલ ગામેતી અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચાંદી બજાર સર્કલ તરફના રસ્તા તેમજ બર્ધન ચોક અને સુભાષ શાક માર્કેટમાં લાંબી બેરીકેટ ગોઠવીને વન-વેની કડક અમલવારી કરાવી હતી. આ પગલાંને કારણે ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળી છે. સિટી-એ ડિવિઝન પોલીસે હવે આ બેરીકેટ રાખીને વન-વેની અમલવારી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. વન-વે નિયમનો ભંગ કરનારા અનેક વાહનચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી. દંડ વસૂલવામાં આવતા, તમામ વાહનચાલકોએ નિયમનું પાલન કરવાનું શરૂ કર્યું હતું, જેનાથી ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારુ બની હતી.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં વીજ થાંભલામાં કરંટથી 16 વર્ષની કિશોરીનું મોત:કૃષિ યુનિવર્સિટી પાસે ઘટના, પિતાએ જીઈબીની બેદરકારી સામે ન્યાય માંગ્યો
    Next Article
    વલસાડ LCBએ સલવાવ હાઇવે પરથી દારૂ ઝડપ્યો:₹19.15 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલો ટેમ્પો પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment