Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ LCBએ સલવાવ હાઇવે પરથી દારૂ ઝડપ્યો:₹19.15 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલો ટેમ્પો પકડાયો

    2 days ago

    વલસાડ LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે વાપી હાઇવે પરથી થતી દારૂની હેરાફેરી અટકાવવા માટે કાર્યવાહી કરી છે. ડુંગરા પોલીસ મથકની હદમાં આવતા સલવાવ નેશનલ હાઇવે નંબર 48 પરથી પોલીસે એક આઇશર ટેમ્પોમાંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં પોલીસે કુલ ₹19.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે. LCBની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી સુરત તરફ જતા ટ્રેક પર એક બંધ બોડીના ટેમ્પોમાં દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે સલવાવ નેશનલ હાઇવે નંબર 48 પર એમ ક્યુબ-02 બિલ્ડીંગ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન GJ-15-AX-3066 નંબરનો આઇશર ટેમ્પો શંકાસ્પદ હાલતમાં જણાતા તેને આંતરવામાં આવ્યો હતો. ટેમ્પોની તલાશી લેતા તેમાંથી ગુપ્ત ખાનાઓમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 215 નંગ દારૂ/બિયરના બોક્સ, જેમાં કુલ 7080 બોટલ વિદેશી દારૂનો જથ્થો હતો, જેની કિંમત ₹12,10,320/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹7,00,000/- ની કિંમતનો આઇશર ટેમ્પો અને ₹5,000/- નો મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, કુલ ₹19,15,320/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ટેમ્પો ચાલક દક્ષેશ ઉર્ફે ટપુ વિષ્ણુભાઇ મિતના (રહે. ઉમરગામ) ની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો દમણના જતીન નામના શખ્સે ભરાવી આપ્યો હતો. પોલીસે જતીનને વોન્ટેડ જાહેર કરી તેના પૂરા નામ-સરનામા મેળવવાની અને તેને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર દરબારગઢમાં વન-વેની કડક અમલવારી શરૂ:ટ્રાફિક હળવો બન્યો, નિયમ ભંગ કરનારા દંડાયા
    Next Article
    નરોડા બ્રિજ પાસેથી 1 કરોડનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું:હરિયાણાથી અસલાલી લઈ જવાતી હતી પેટીઓ, આરોપી ડ્રાઇવરની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment