Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં બ્રાસપાર્ટ ચોરીનો ભેદ ઉકેલાયો:બે તસ્કરો ઝડપાયા, પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે

    2 days ago

    જામનગરમાં ત્રણ મહિના પહેલાં હીરજી મિસ્ત્રી રોડ પર આવેલા એક બ્રાસપાર્ટના કારખાનામાંથી રૂ. ૧૧.૭૦ લાખના માલસામાનની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. સિટી સી-ડિવિઝન પોલીસે બે તસ્કરોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રૂ. પોણા ચાર લાખની કિંમતનો ચોરાઉ મુદ્દામાલ તેમજ બે મોટરસાયકલ કબજે કર્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. આ ચોરી આજથી ત્રણ મહિના પહેલાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલની વાડી સામે આવેલી શ્રી શ્યામ મેટલ નામની બ્રાસપાર્ટની ભઠ્ઠીમાંથી થઈ હતી. તસ્કરો રૂ. ૧૧,૭૦,૦૦૦ની કિંમતનો આશરે ૭,૮૦૦ કિલો પિત્તળનો છોલ ચોરી ગયા હતા, જે અંગે સિટી સી-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ચોરીનો ભેદ ઉકેલવા માટે સિટી સી-ડિવિઝનના પી.આઈ. એન.બી. ડાભી અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે કમાન્ડ એન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી. કેમેરા અને ઘટનાસ્થળ આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા હતા. ઉપરાંત, મોબાઈલ ફોનના ટાવર લોકેશન અને કોલ ડિટેઈલ્સનું વિશ્લેષણ કરીને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. પોલીસને મળેલી સંયુક્ત બાતમીના આધારે વિજયનગરમાં રહેતા મોહન ઉર્ફે ભોલો વિરમભાઈ ઓડિચ (ઉં.વ. ૩૬) અને ગોકુલનગર નજીક સોમનાથ સોસાયટીમાં રહેતા વિશ્વાસ રાણાભાઈ બુજડ (ઉં.વ. ૩૬)ની અટકાયત કરવામાં આવી હતી. તેમની પાસેથી રૂ. પોણા ચાર લાખની કિંમતનો બ્રાસપાર્ટનો ચોરાઉ માલસામાન અને બે મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન આ ગુનામાં ત્રીજા સાગરીત લક્ષ્મણ હીરાભાઈ ઓડિચની સંડોવણી ખુલી હતી. પોલીસે તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ફાયરકર્મીએ સગીર વયે પ્રેમમાં ફસાવી અપહરણ-દુષ્કર્મ કર્યું:વીડિયો વાઇરલ કરવાની ધમકીથી વારંવાર સંબંધ બાંધ્યા, જાહેર રોડ પર છેડતી કરતા લોકોએ ઢોર માર માર્યો
    Next Article
    પાટણમાં ગેસ એજન્સીઓ પર મહેસુલ-પોલીસ કર્મચારી તૈનાત:બોટલ સપ્લાય મોનીટરીંગ માટે જિલ્લા પુરવઠા તંત્રનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment