Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ગેસ એજન્સીઓ પર મહેસુલ-પોલીસ કર્મચારી તૈનાત:બોટલ સપ્લાય મોનીટરીંગ માટે જિલ્લા પુરવઠા તંત્રનો નિર્ણય

    2 days ago

    પાટણ જિલ્લામાં નાગરિકોને એલપીજી રાંધણગેસનો પૂરતો અને નિયમિત જથ્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા જિલ્લા પુરવઠા તંત્ર સઘન મોનીટરીંગ કરી રહ્યું છે. આ માટે સરકારના નિર્ણય અનુસાર જિલ્લાની કુલ ૧૯ ગેસ એજન્સીઓ પર મહેસુલ અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ગેસ વિતરણ પર સતત દેખરેખ રાખી શકાય. જિલ્લામાં કાર્યરત IOCL, HPCL અને BPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓની ગેસ એજન્સીઓ પર રાંધણગેસની બોટલો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને નિયમિતપણે ગેસ બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જિલ્લામાં રાંધણગેસ બોટલનું અનઅધિકૃત વેચાણ અટકાવવા માટે પણ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે. ગ્રાહકોની સુવિધા માટે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઓનલાઈન વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન, IVRS, મિસ્ડ કોલ અને વોટ્સએપ જેવા વિવિધ માધ્યમો દ્વારા રાંધણગેસ બોટલ બુકિંગની વ્યવસ્થા પૂરી પાડી છે. બુકિંગ થયેલી ગેસ બોટલની ગ્રાહકોના ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે. જિલ્લા પુરવઠા તંત્રએ ગેસ કનેક્શન ધરાવતા નાગરિકોને ગેસ એજન્સી કે ગોડાઉન પર ભીડ ન કરવા અપીલ કરી છે. તેમને ઓનલાઈન અથવા અન્ય ઉપલબ્ધ માધ્યમો દ્વારા બુકિંગ કરીને હોમ ડિલિવરી સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં બ્રાસપાર્ટ ચોરીનો ભેદ ઉકેલાયો:બે તસ્કરો ઝડપાયા, પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે
    Next Article
    રાજકોટ મ્યુ. કમિશનરનો મહત્વનો નિર્ણય:મહાપાલિકામાં શાસકોની ટર્મ પૂર્ણ થતા કરારો પર સહી કરવા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની સત્તા હવે ત્રણ ઉચ્ચ અધિકારીઓને સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment