Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાયરકર્મીએ સગીર વયે પ્રેમમાં ફસાવી અપહરણ-દુષ્કર્મ કર્યું:વીડિયો વાઇરલ કરવાની ધમકીથી વારંવાર સંબંધ બાંધ્યા, જાહેર રોડ પર છેડતી કરતા લોકોએ ઢોર માર માર્યો

    2 days ago

    અમદાવાદ શહેરના ફાયર વિભાગના એક કર્મચારીએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે. ફાયરના કર્મચારીએ યુવતી જ્યારે સગીર વયની હતી ત્યારે પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેની સાથે મુલાકાત કરીને અપહરણ કરીને દુષ્કર્મ કર્યું હતું .આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અનેક વાર સંબંધ બાંધ્યો હતો. ફક્ત આટલું જ નહિ લાંબા સમય બાદ આરોપીએ ભોગ બનનારનો સંપર્ક કરીને તેને ધમકીઓ આપીને મળવા બોલાવી હતી. ભોગ બનનાર ધમકીથી ડરીને મળવા જતા આરોપીએ જાહેર રોડ પર છેડતી કરતા લોકોએ તેને અને તેના સાગરિતને ઢોર માર માર્યો હતો. આ સમગ્ર મામલે વાડજ અને સોલા પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગના ડ્રાઇવરે સગીરાને પ્રેમજાળમાં ફસાવી શહેરના કોટ વિસ્તારમાં રહેતી 18 વર્ષની યુવતી અભ્યાસ કરે છે. યુવતીના ઘર નજીક રહેતા ફાયર વિભાગના ડ્રાઇવર તોહીત મલેકે તેને પ્રેમ જાળમાં ફસાવી હતી. બંને રિવરફ્રન્ટ પર મળ્યા ત્યારે યુવતીના પિતા આવી ગયા હતા, જે બાદ તોહીત સામે ફાયર વિભાગમાં ફરિયાદ થતાં તોહીત અને તેના પરિવારનું મકાન ખાલી કરાવી દીધું હતું. તોહીત તેના પરિવાર સાથે ગોમતીપુર સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેવા ગયો હતો.જે બાદ યુવતીએ પણ તેનો ફોન બંધ કરી દીધો હતો. જ્યારે લાંબા સમય બાદ યુવતીએ ફોન ચાલુ કર્યો ત્યારે તોહીતે ફોન કર્યો હતો. તોહીત મલેકે 5 લોકો સામે માર મારવા બાબતે વાડજ પોલીસને ફરિયાદ આપી તોહીત અને યુવતીના ઓળખીતા અમાન મિર્ઝાએ નંબર આપતા તોહીતે તેને ફોન કરીને મારી નાખવાની ધમકી આપી હતી. તોહીતે ગાળાગાળી કરીને બીભત્સ શબ્દો બોલીને યુવતીને મળવા બોલાવી હતી. તોહીતની ધમકીથી વશ થઇને નાછૂટકે યુવતી તેને ઉસ્માનપુરા ગાર્ડન પાસે મળવા ગઇ હતી ત્યારે તોહીત તેને ગાળો બોલતો હોવાથી યુવતી ત્યાંથી ચાલવા લાગી હતી. આ દરમિયાન તોહીતે તેને ખેંચીને લાફો માર્યો હતો. આરોપી તોહીતે ઇમોશનલ વાતો કરીને યુવતીને હોટલમાં લઇ જઇને દુષ્કર્મ કર્યું યુવતીએ બૂમાબૂમ કરતા લોકોએ આવીને તોહીત અને તેના સાગરિત અમાનને ઢોર માર મારીને પાઠ ભણાવ્યો હતો. પોલીસને જાણ કરાતા વાડજ પોલીસે છેડતી કરનાર તોહીત મકબુલ મલેક અને તેના સાગરિત અમાન મિર્ઝા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે તોહીત મલેકે પણ પાંચ લોકો સામે માર મારવા બાબતે વાડજ પોલીસને ફરિયાદ આપી છે. ભોગ બનનાર જ્યારે સગીર વયની હતી ત્યારે આરોપી તોહીતે તેને ઇમોશનલ વાતો કરી હતી. બાદમાં સોલા વિસ્તારમાંથી તેનું અપહરણ કરીને હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચરતો હતો.આરોપીએ વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી હતી. જે મામલે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સંત પ્રેમાનંદ મહારાજને મળવા આવી રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ:અયોધ્યામાં શ્રીરામયંત્ર સ્થાપિત કરશે; યુપીમાં ત્રણ દિવસ રહેશે
    Next Article
    જામનગરમાં બ્રાસપાર્ટ ચોરીનો ભેદ ઉકેલાયો:બે તસ્કરો ઝડપાયા, પોણા ચાર લાખનો મુદ્દામાલ કબજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment