Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુદ્ધની અસર:કચ્છના શિપિંગ ઉદ્યોગ પર ‘વોર’ની મહાઆફત

    15 hours ago

    વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિની સીધી અને માઠી અસર કચ્છના શિપિંગ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર વધેલા જોખમને કારણે શિપિંગ લાઈનો દ્વારા અધધ સરચાર્જ વસૂલવાનું શરૂ કરાતા કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના બિલ ફાટી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે એક્સપોર્ટ યાર્ડમાં હજારો કન્ટેનરોના થપ્પા લાગી ગયા છે અને ઉદ્યોગ ફરી એકવાર અનિશ્ચિતતાના અંધકારમાં ધકેલાયો છે. યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ વધતા ફ્યુલ સરચાર્જમાં મોટો ઉછાળો આવ્યો છે. હાલમાં શિપિંગ કંપનીઓ દ્વારા નીચે મુજબના ચાર્જ વસૂલવામાં આવી રહ્યા છે.ઇમરજન્સી વોર સરચાર્જ લાગુ કરાયો છે. જેથી $550 થી $600 (પર કન્ટેનર) જેમાં ફ્યુલ સરચાર્જ $200, પિક સિઝન સરચાર્જ $300 સામેલ છે. આ વધારાના બોજને કારણે એક્સપોર્ટ થનારા કન્ટેનરોનો ખર્ચ અચાનક વધી ગયો છે. જે કન્ટેનરો રવાના થવા માટે તૈયાર હતા, તેના પર આટલો મોટો ચાર્જ લાગુ પડતા અનેક એક્સપોર્ટરોએ આર્થિક નુકસાનથી બચવા માટે ભરેલા કન્ટેનરો ફરીથી ખાલી કરવાની ફરજ પડી છે. નિકાસ અટકતા કન્ટેનરોથી યાર્ડ હાઉસફૂલ થયા ખર્ચ પરવડે તેમ ન હોવાથી નિકાસકારોએ માલ મોકલવાનું ટાળ્યું છે, જેના કારણે પોર્ટ વિસ્તારો અને પ્રાઈવેટ યાર્ડમાં કન્ટેનરોની લાંબી કતારો લાગી ગઈ છે. નિકાસકારોનું કહેવું છે કે જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય માલની સ્પર્ધાત્મકતા ઘટી જશે અને મોટા ઓર્ડર હાથમાંથી નીકળી જવાની ભીતિ છે. શિપિંગ ઉદ્યોગ માટે સૌથી મોટો ફટકો વીમા ક્ષેત્રે પડ્યો : વીમા કંપનીઓએ તો હાથ ઊંચા કર્યા શિપિંગ ઉદ્યોગ માટે સૌથી મોટો ફટકો વીમા ક્ષેત્રે પડ્યો છે. ઇન્સ્યોરન્સ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે “યુદ્ધની સ્થિતિથી થતા નુકસાન સામે અમે સુરક્ષા કવર આપતા નથી.” કંપનીઓએ નવા ક્લોઝ જાહેર કરી દીધા છે, જેમાં વોર રિસ્ક (War Cover) સામેલ નથી. એટલે કે જો યુદ્ધને કારણે માલ કે જહાજને નુકસાન થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી વેપારીની રહેશે. આ સ્થિતિએ જોખમનું પ્રમાણ અનેકગણું વધારી દીધું છે. આગામી દિવસોમાં મુશ્કેલી વધશે તો કંડલા અને મુન્દ્રા બંદર પર હજારો લોકોની રોજીરોટી પર ખતરો હાલ તો શિપિંગ ઉદ્યોગના માંધાતાઓ આશા રાખી રહ્યા છે કે સ્થિતિ થાળે પડે, પરંતુ જો યુદ્ધ લાંબુ ખેંચાય તો લોજિસ્ટિક્સ ખર્ચ સામાન્ય વેપારીની પહોંચ બહાર જતો રહેશે. કંડલા અને મુન્દ્રાના એક્ઝિમ (EXIM) સેક્ટર સાથે જોડાયેલા હજારો લોકોની રોજીરોટી પર પણ આ અનિશ્ચિતતાની અસર પડવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    2 દેશોની બોર્ડર અને બસમાં 1500 કિમીનો જોખમી પ્રવાસ:યુદ્ધ વચ્ચેથી બચ્યા ગુજરાતીઓ, કહ્યું- જો BAPSના સંતો ન હોત તો અમે આજે અહીં ન હોત
    Next Article
    લોકાર્પણ કરાયું:ભુજમાં 3 કરોડના ખર્ચે ‘જ્યોતિ કંચન’ સંકુલનું લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment