Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 દેશોની બોર્ડર અને બસમાં 1500 કિમીનો જોખમી પ્રવાસ:યુદ્ધ વચ્ચેથી બચ્યા ગુજરાતીઓ, કહ્યું- જો BAPSના સંતો ન હોત તો અમે આજે અહીં ન હોત

    14 hours ago

    જરા વિચાર કરો કે તમે એક દેશથી બીજા દેશમાં જઇ રહ્યાં છો અને વચ્ચે કોઇ અજાણી જગ્યાએ તમે ફસાઇ જાઓ. જ્યાં આસપાસ યુદ્ધ ચાલતું હોય, દરેક જગ્યાએ અજાણ્યા ચહેરા હોય. ક્યાં જવું? ક્યાં રહેવું? ક્યાંક આપણે તો યુદ્ધનો ભોગ નહીં બની જઇએને? આવા સવાલો મનમાં ઉઠવા લાગે. અચાનક જો તમારી સામે આવી પરિસ્થિતિ આવી પડે તો શું થાય? કંઇક આવું જ થયું છે અમેરિકાથી ગુજરાત આવી રહેલા ગુજરાતીઓ સાથે. રોબિન્સવિલેમાં રહેતા ગુજરાતીઓનું એક ગ્રુપ અમદાવાદ આવવા નીકળ્યું હતું પણ મિડલ ઇસ્ટમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે તેઓ કુવૈતમાં ફસાઇ ગયા. ગ્રુપમાં બાળકો, વૃદ્ધોની સાથોસાથ મહિલાઓ પણ હતી. તેમને ગુજરાત પહોંચી શકવાની કોઇ આશા નહોતી પણ અબુધાબીના BAPS મંદિર અને તેના સંત બ્રહ્મવિહારી સ્વામીની મદદથી આ ગ્રુપ ચોતરફ હુમલા વચ્ચે બે દેશોની બોર્ડર પાર કરીને સુરક્ષિત રીતે અમદાવાદ પહોંચી ગયું છે. દિવ્ય ભાસ્કરે આ ગુજરાતીઓ અને બ્રહ્મવિહારી સ્વામી સાથે ખાસ વાતચીત કરીને આખા ઘટનાક્રમ વિશે માહિતી મેળવી હતી. ક્યાંયથી મદદ મળે તેવું નહોતું દિલીપ પટેલ, કિરણ પટેલ, પૂર્વી પટેલ, સોનલ ભગત, દર્શન ભગત સહિતના લોક અમદાવાદ આવી રહ્યાં હતા ત્યારે જ ઇરાને કુવૈત પર હુમલો કરી દીધો હતો. જેના કારણે એરસ્પેસ બંધ કરી દેવાઇ હતી, ફ્લાઇટ કેન્સલ થઇ ગઇ હતી. જેથી આખું ગ્રુપ કુવૈતમાં અટવાઇ ગયું હતું. કુવૈત તેમના માટે અજાણ્યું હતું. ક્યાંયથી કોઇ મદદ મળે તેવું નહોતું. જેથી એક હરિભક્તે રોબિન્સવિલેમાં આવેલા BAPS મંદિરનો સંપર્ક કર્યો અને ત્યાંના સંતોને પરિસ્થિતિ અંગે જાણ કરી. જેના પછી રોબિન્સવિલેના સંતોએ અબુધાબીમાં આવેલા BAPS મંદિરના સંત બ્રહ્મવિહારી સ્વામીને વાત કરી. રોબિન્સવિલેથી એક ફોન આવ્યો આ અંગે બ્રહ્મવિહારી સ્વામી કહે છે કે, કુવૈતમાં બહુ મોટી સંખ્યામાં ભારતીયો ફસાઇ ગયા હતા. અનિશ્ચતતાના કારણે તે લોકો મૂંઝવણમાં હતા. સ્થાનિક સરકાર અને કંપનીઓએ ખૂબ સારી વ્યવસ્થા કરી હતી પણ દવા, માહિતીના એનાલિસિસ અને ઇમોશનલ કમ્ફર્ટ ખૂબ મોટો ભાગ ભજવે છે. અમને રોબિન્સવિલેથી ફોન આવ્યો અને ત્યાંના સંતોએ કહ્યું કે અમેરિકાના આપણા ભક્તો સાથે શુભેચ્છકો પણ કુવૈતમાં ફસાયા છે. આમાં આપણે શું મદદ કરીએ? કુવૈતના હરિભક્તોએ સેવાનું બિડું ઝડપી લીધું આ ફોન બાદ બ્રહ્મવિહારી સ્વામીએ કુવૈતમાં રહેતાં સુરેશ ચોકસીનો સંપર્ક કર્યો હતો. સુરેશ ચોકસી પોતે IIT એન્જિનિયર છે અને IIT એન્જિનિયર ગ્રુપના કો-ઓર્ડિનેટર પણ છે. કુવૈતમાં હરિભક્તોનો નાનો સત્સંગ સમુદાય છે. જે ઘરે-ઘરે ભક્તિ-સત્સંગ કરે છે અને લોકોને મદદ કરે છે. સુરેશ ચોકસીએ કહ્યું કે, અમને આ હરિભક્તોની સ્થિતિ વિશે ખ્યાલ આવ્યો. તે દિવસે જ મેં હરિભક્તોનો સંપર્ક કર્યો હતો અને બ્રહ્મવિહારી સ્વામીના માર્ગદર્શન પ્રમાણે હું એ હોટલ પર ગયો હતો. હોટલ પર જઇને મેં હરિભક્તો માટે ચા, દૂધ, નાસ્તાની વ્યવસ્થા કરી હતી. પ્રવાસીઓએ કુવૈતમાં ફસાયા ત્યારની સ્થિતિ વર્ણવી હતી. સાયરન અને બ્લાસ્ટના અવાજ વચ્ચે રહ્યાં સોનલ ભગતે જણાવ્યું કે, અમે લોકો કુવૈતમાં ફસાઇ ગયા હતા. જેના કારણે હું ગભરાઇ ગઇ હતી. મને એમ થયું કે આ દેશ નવો છે. અહીંયા શું કરીશું? એકબાજુ સાયરન અને ધડાકાના અવાજ સંભળાઇ રહ્યાં હતા. બીજીબાજુ રહેવાનું કંઇ નહોતું. કોઇની ઓળખાણ નહોતી. દર્શને કહ્યું કે, હું ગભરાઇ ગયો હતો. એ ખરેખર ભયાનક સ્થિતિ હતી. અમારા માટે અજાણી જગ્યા હતી, બહારનું વાતાવરણ પણ ડરામણું હતું. મારી અને મારા પરિવારની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન હતો કેમ કે બધું તરત જ બદલાઇ રહ્યું હતું. કિરણ પટેલ કહે છે કે, અમે કુવૈત એરવેઝમાં અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. કુવૈતમાં આવ્યા પછી અમે બીજી ફ્લાઇટની રાહ જોતા હતા ત્યારે રાત્રે મેસેજ આવ્યો અને યુદ્ધની શરૂઆત થઇ ગઇ હતી. ફસાયેલા લોકો માટે હરિભક્તોએ રહેવા-જમવાની સુવિધા કરી હતી. હરિભક્તો ભાવપૂર્વક ભોજન લઇને જતાં બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે, બહાર જવું પણ જોખમકારક હોય તેવી પરિસ્થિતિમાં હરિભક્તો 15-20 મિનિટ કે અડધો કલાક સુધી ડ્રાઇવ કરીને ફસાયેલા લોકો માટે ભાવપૂર્વક ભોજન લઇને જતા. ભોજનમાં પણ ફક્ત સામાન્ય પૂરી-શાક જેવી 2 વસ્તુ નહીં પણ જુદી-જુદી જાતની વસ્તુઓ લઇ જતા. હરિભક્તો એમ માને છે કે જ્યારે કોઇની મદદ કરીએ ત્યારે તે પ્રેમથી કરવી જોઇએ. કુવૈતથી સાઉદી અરેબિયા જવાનો આઇડિયા તેમણે આગળ કહ્યું કે, સેવા તો કરી પણ બહાર કેવી રીતે જવું? શું કરવું? તે પ્રશ્ન હતો. એકતરફ ટિકિટ કેન્સલ થઇ રહી હતી, એર સ્પેસ ખૂલશે કે નહીં તેની મૂંઝવણ હતી. આવા સમયે જ્યારે હરિભક્તો અને ભાવિકો મૂંઝાતા હતા અને એક રાતે મને ફોન આવ્યો કે સ્વામી, અમે બધા મૂંઝાઇએ છીએ. શું કરવું? તે વખતે મને એક વિચાર આવ્યો કે જો એ લોકો કુવૈતથી સાઉદી અરેબિયા જઇ શકે તો સારૂં. અમેરિકાના નાગરિકોને વિઝાનો પ્રશ્ન હતો કેમ કે અમેરિકન દૂતાવાસ પણ બંધ હતું. આના પછી બધાને કુવૈતથી સાઉદી અરેબિયાની બોર્ડર પાર કરાવીને જેદ્દાહ લાવવાનું નક્કી થયું. આ ઘટનાક્રમ વિશે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે, આ પરિસ્થિતિમાં બાપા (મહંત સ્વામી)ને યાદ કર્યાં. મહંત સ્વામીના સતત ફોન આવ્યા કરતા હતા. મહંત સ્વામીને જાણ કરી કે આ રીતે હરિભક્તો અને શુભેચ્છકો ફસાયેલા છે. મેં મહંત સ્વામીને પૂછ્યું કે બધા મૂંઝાય છે તો શું કરવું? ત્યારે મહંત સ્વામીએ કહ્યું કે તમે જેમ કહો છો તે પ્રમાણે આગળ વધો. મહંત સ્વામીમાં વિશ્વાસ રાખીને મેં સૂચન કર્યું કે તમે બધા સાઉદી અરેબિયાની બોર્ડર પર જાઓ. અડગ આસ્થા સામે થાક, ડર અને ચિંતાની હાર સુરેશ ચોકસીએ બધાને સાઉદી અરેબિયાની બોર્ડર પર મોકલવા માટે બસની વ્યવસ્થા કરી આપી હતી. બસમાં નીકળેલા હરિભક્તો પર જોખમ તો હતું જ, થાક લાગ્યો હતો, ડર લાગતો હતો, ચિંતા હતી પણ મનમાં અડગ આસ્થા હતી. સાઉદી અરેબિયાની બોર્ડર પાર કરતાં તેમને 7 કલાક જેટલો સમય લાગી ગયો. આ સમયે પણ બધા પ્રવાસીઓ સતત બ્રહ્મવિહારી સ્વામીના સંપર્કમાં હતા. સાઉદી અરેબિયામાં પણ કાળજી લીધી કુવૈતમાંથી નીકળી સાઉદી અરેબિયા પહોંચી ગયા બાદ પણ અબુધાબીના BAPS મંદિર અને તેના સંતો, હરિભક્તોએ આ પ્રવાસીઓની કાળજી લેવાનું ચાલુ રાખ્યું હતું. પ્રવાસીઓને જેદ્દાહથી અમદાવાદ આવવાનું હતું એટલે બ્રહ્મવિહારી સ્વામીએ મંદિરના ચેરમેન અશોક કોટેચાને પૂછ્યું હતું કે આ પ્રવાસીઓ માટે જેદ્દાહમાં આપણે શું વ્યવસ્થા કરી શકીએ? આના પછી હરિભક્તોની કાળજીની જવાબદારી સાઉદી અરેબિયાના એક મુસ્લિમ વેપારીને સોંપાઇ હતી. આખી રાત હરિભક્તોના સંપર્કમાં રહ્યાં અશોક કોટેચા કહે છે કે, કુવૈતથી જેદ્દાહનું અંતર અંદાજે 1500 કિલોમીટર છે. બસમાં વાર પણ લાગે. બ્રહ્મવિહારી સ્વામી સાથેની વાત બાદ મેં જેદ્દાહમાં 35 વર્ષોથી મારા મિત્ર એવા અસલમભાઇ કાઝીનો સંપર્ક કર્યો હતો. અસલમભાઇને લોજિસ્ટિકનો મોટો બિઝનેસ છે. મેં અસલમભાઇને વાત કરી એટલે તેમણે પર્સનલ સેક્રેટરી અને બીજા 2 લોકોનું વ્હોટ્સએપ ગ્રુપ બનાવી દીધું હતું. અમે દિલીપભાઇને પણ તેમાં એડ કર્યાં હતા. દિલીપભાઇ અને બીજા હરિભક્તો બપોરે અઢી વાગ્યે કુવૈતથી નીકળ્યાં હતા. અસલમભાઇની ટીમ અને હું આખી રાત દિલીપભાઇના સંપર્કમાં હતા. તેમની બસનો ડ્રાઇવર ફક્ત અરેબિયન ભાષા જ બોલતો હતો. રમઝાનના કારણે તેને આરામ પણ કરવો પડતો હતો. અસલમભાઇએ હોટલના 3 રૂમ બૂક કરાવ્યા હતા અને સવારનો નાસ્તો પણ તૈયાર રાખ્યો હતો. જ્યારે આ પ્રવાસીઓ જેદ્દાહ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે અસલમભાઇનો સ્ટાફ, અશોક કોટેચાનો સ્ટાફ તેમના માટે જમવાનું લઇને હાજર હતો. બપોરે 3 વાગ્યે તેઓ એરપોર્ટ બહાર મળ્યાં અને બધાને ભોજન કરાવ્યું હતું. આના પછી પ્રવાસીઓ એરપોર્ટમાં અંદર ગયા ત્યાં સુધી તેમને સપોર્ટ કર્યો હતો. જેના પછી આ પ્રવાસીઓ જેદ્દાહથી હેમખેમ અમદાવાદ પહોંચ્યા હતા. હરિભક્તોની સેવાને યાદ કરતાં યુવતી ભાવુક થઇ આના વિશે વાત કરતાં પૂર્વી પટેલ ભાવુક થઇ ગઇ. તેણે કહ્યું કે, અમારા માટે એ સમય ઘણો મુશ્કેલીભર્યો હતો. અમને અબુધાબીના BAPS મંદિર અને હરિભક્તો તરફથી ઘણો સહકાર મળ્યો હતો. એ લોકોના પ્રેમ અને સહકાર વિશે વિચારતાં જ હું ભાવુક થઇ જઉં છું. મુશ્કેલ પરિસ્થિતિમાં એ લોકો અમારી સાથે ઊભા રહ્યાં હતા. બ્રહ્મવિહારી સ્વામીએ ઘણી મદદ કરી છે. જો તે ન હોત તો હું આજે અહીં ન હોત. હરિભક્તોએ કરેલી સેવાને બ્રહ્મવિહારી સ્વામી નિઃસ્વાર્થ સેવા ગણાવે છે. તેમણે કહ્યું કે, BAPSના DNAમાં સેવા છે. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષો પહેલાં કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન, UAE, ઓમાન જેવા દેશોમાં રૂબરૂ જઇ, પત્રોથી, ફોનથી હરિભક્તોને તૈયાર કર્યાં, સંતોને હિંમત આપી તેના કારણે ગળથૂંથીમાં આ નિઃસ્વાર્થ સેવા ભાવના આવી છે. આ સેવાથી ભગવાન અને સંતો ખૂબ રાજી થયા છે. દરેકને ખૂબ હિંમત અને હૂંફ પ્રાપ્ત થઇ છે. 'બીજાના ભલામાં આપણું ભલું, બીજાના સુખમાં આપણું સુખ એ પ્રમુખ સ્વામી મહારાજનું સૂત્ર છે. બીજા સુખી રહે, સુરક્ષિત રહે અને આગળ વધે તે માટે હરિભક્તોએ પોતાના જીવના જોખમે પણ સતત 24 કલાક ખડેપગે રહીને દુબઇ, અબુધાબી, શારજહાં, ઓમાન એમ બધી જગ્યાએ ભારતીયોની ખૂબ સેવા કરી છે.'
    Click here to Read More
    Previous Article
    ‘Aamir Khan shut everyone up by playing my father’: Mona Singh on Happy Patel, Laal Singh Chaddha, and playing ‘female Gabbar’
    Next Article
    યુદ્ધની અસર:કચ્છના શિપિંગ ઉદ્યોગ પર ‘વોર’ની મહાઆફત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment