Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્લોટધારકો થયા પરેશાન:સિટી સર્વેની લાંબી પ્રક્રિયા અને ‘ભાડા’ની અનુચિત માંગણીથી પ્લોટધારકો પરેશાન

    15 hours ago

    કચ્છ જિલ્લામાં જ્યાં શહેરી વિકાસ સત્તા મંડળ (UDA) અમલમાં છે તેવા શહેરો તથા આસપાસના લાગુ ગ્રામ્ય વિસ્તારોમાં ઝડપી વિકાસ થઈ રહ્યો છે. આ વિસ્તારોમાં અગાઉ એન.એ. થયેલી જમીનોનું મહેસૂલી રેકોર્ડ સંબંધિત ગ્રામ પંચાયતો પાસે જાળવાતું હતું. પરંતુ હવે આ વિસ્તારોમાં સીટી સર્વે પ્રક્રિયા હાથ ધરાતા તમામ રેવન્યુ રેકોર્ડ સીટી સર્વે વિભાગને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પરિણામે પ્લોટધારકોને નવી પ્રક્રિયા અનુસાર કાર્યવાહી કરવી પડે, જેમાં અંતિમ દસ્તાવેજ તરીકે પ્રોપર્ટી કાર્ડ જ માન્ય રહે. લાલ બુક કે અન્ય કોઈ દસ્તાવેજોની જરૂર રહેતી નથી હોતી. ભુજ નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા પ્લોટમાં બાંધકામની મંજૂરી મેળવતી વખતે અગાઉ રેવન્યુ આધાર તરીકે ‘લાલબુક’ પ્રથા અમલમાં હતી. પરંતુ સીટી સર્વે પ્રક્રિયા બાદ હવે આવા પ્લોટોના રેકોર્ડ નવેસરથી તૈયાર કરવામાં આવે છે. બાંધકામ મંજૂરી માટે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળની હદમાં આવતા કોઈપણ પ્લોટ ધારકે છ–હક્કપત્રક 8–અ નો ઉતારો કે 7/12 નો ઉતારો આપવાની જરૂર રહેતી હોતી નથી. પ્રોપર્ટી કાર્ડ જ અંતિમ માન્ય દસ્તાવેજ છે. પરંતુ મળતી માહિતી મુજબ લાલબુક કે અન્ય દસ્તાવેજો પણ માંગવામાં આવે છે. પ્રોપર્ટી કાર્ડ માટે સૌપ્રથમ એન.એ. સમયની પ્રથમ એન્ટ્રી નોંધવામાં આવે છે અને ત્યારબાદ કલમ 35-ડી હેઠળ નોટિસ આપવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રથમ એન્ટ્રી સર્ટિફાઇડ થવામાં અંદાજે બે મહિના જેટલો સમય લાગે છે. તે પછી પ્લોટધારકને અગાઉના માલિકોનો સંપર્ક કરીને બાકી કાર્યવાહી પૂર્ણ કરવી પડે છે. ત્યારબાદ પ્લોટના તમામ ઉત્તરોત્તર થયેલા વેચાણ વ્યવહારોની એક-એક ટ્રાન્જેક્શન ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં દરેક વ્યવહાર ક્લિયર થવામાં લગભગ 45 દિવસ જેટલો સમય લાગી જાય છે. આ રીતે એક જ પ્લોટના સીટી સર્વે રેકોર્ડ સંપૂર્ણ રીતે ક્લિયર થઈ તેની સનદ અને પ્રોપર્ટી કાર્ડ તૈયાર થવામાં સરેરાશ 6 થી 8 મહિના જેટલો સમય લાગી જાય છે. આ લાંબી અને જટિલ પ્રક્રિયા દરમિયાન પોતાના પ્લોટમાં ઘર બાંધવા ઇચ્છતા નાગરિકોને આર્થિક તેમજ માનસિક તણાવનો સામનો કરવો પડે છે. જીવનમાં એકવાર પોતાનું ઘર બનાવવાનો સ્વપ્ન જોનારા સામાન્ય લોકો માટે આ પ્રક્રિયા ઘણી વખત ભારે બની રહે છે. આથી રેવન્યુ ટાઇટલ ક્લિયર પ્લોટોના સીટી સર્વેની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવે તેવી માંગ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. લોકોનો મત છે કે સરકાર પારદર્શક, સરળ અને ઝડપી શાસન પ્રણાલી તરફ આગળ વધી રહી છે, ત્યારે સંબંધિત અધિકારીઓએ પણ હાલની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવાનો વિચાર કરવો જોઈએ. આ બાબતે યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તો અરજદારોને રાહત મળશે અને સરકારી કચેરીઓ પરનો ભાર પણ ઘટશે.
    Click here to Read More
    Previous Article
    ઘરફોડ ચોરીનો બનાવ:માનકુવામાં ધોળા દિવસે બંધ મકાનમાંથી 4 લાખ રોકડ ચોરાયા
    Next Article
    હેલ્થ ઓફિસર કેડર સાથે અન્યાયી વ્યવહાર:જિલ્લાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો ત્રણ મહિનાથી પગારથી વંચિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment