Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હેલ્થ ઓફિસર કેડર સાથે અન્યાયી વ્યવહાર:જિલ્લાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો ત્રણ મહિનાથી પગારથી વંચિત

    13 hours ago

    એશિયાના સૌથી મોટા ભૌગોલિક વિસ્તાર ધરાવતા સરહદી કચ્છમાં આરોગ્ય વિભાગના 500 કર્મચારીની આંતરીક સામૂહિક બદલીનો મુદ્દો હજીય ચર્ચામાં છે. ખાસ કરીને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર કેડર સાથે અન્યાયી અને વ્યવહાર કરાયો હોવાનો આક્ષેપ કરાયો છે. આ કર્મચારીઓ છેલ્લા 3 મહિનાથી પગારથી વંચિત છે, જેની પાછળ આરોગ્ય તંત્ર જવાબદાર હોવાનું કર્મચારીઓનું કહેવું છે. અંતરિયાળ વિસ્તારોમાં કાર્યરત સીએચઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ ઠોસ કારણ વગર બદલીના આદેશમાં ફેરવિચારણાની માંગણીને ફગાવી દેવાઇ છે. ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા સૂચના અપાઈ છતાં અધિકારીઓ દ્વારા તેમને પણ ગોળ-ગોળ ફેરવવામાં આવી રહ્યા છે. વહીવટી વિલંબને કારણે આગામી ચૂંટણીમાં અસંતોષ ઊભો થાય તો નવાઇ નહીં. ઓલ ઇન્ડિયા એસોસિએશન ઓફ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા અગાઉ આવેદનપત્ર અપાયું ત્યારે લેખિતમાં ચીમકી અપાઈ હતી કે, જો રજૂઆતોનું નિરાકરણ નહીં આવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી કાનૂની માર્ગ અપનાવવા મજબૂર બનશે. સીએચઓ કેડર દ્વારા બદલીના મૂળ આદેશો રદ કરીને તેઓને ફરી તે જગ્યાએ મૂકવામાં આવે અથવા તો નજીકની જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવે તેવી માંગ રાખવામાં આવી છે. મહત્વનું છે કે, આરોગ્ય વિભાગના 400 કર્મચારીની બદલી થઈ તે પૈકી ઘણાની માંગણીના આધારે આંતરિક બદલી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    પ્લોટધારકો થયા પરેશાન:સિટી સર્વેની લાંબી પ્રક્રિયા અને ‘ભાડા’ની અનુચિત માંગણીથી પ્લોટધારકો પરેશાન
    Next Article
    પ્રવાસ સાહિત્ય વ્યાખ્યાનમાળાનો ચોથો મણકો યોજાયો:‘પ્રવાસ એ માત્ર ભ્રમણ પૂરતો સીમિત નથી પરંતુ સંસ્કૃતિઓને જોડતો રાજમાર્ગ છે’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment