Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેશન:ઉનાળાની ગરમીમાં ત્વચાને રાહત: ‘બ્રિધેબલ’ અને ‘સ્કિન-ફ્રેન્ડલી’ ફેશન

    3 days ago

    ગુજરાતનો ઉનાળો એટલે કેવળ ગરમી નહીં, પણ અસહ્ય ઉકળાટ અને પરસેવો! સૂર્યનારાયણ જ્યારે પોતાનો પ્રકોપ બતાવી રહ્યા હોય, ત્યારે ફેશન માત્ર દેખાવ પૂરતી મર્યાદિત નથી રહેતી, તે આરામ અને સ્વાસ્થ્યનો પણ વિષય બની જાય છે. ઘણીવાર આપણે સુંદર દેખાવા માટે એવા કપડાં પહેરી લઈએ છીએ જે ત્વચાને નુકસાન પહોંચાડે છે. સિન્થેટિક અને જાડા કાપડને કારણે પરસેવો સુકાતો નથી અને ત્વચા પર રેશિસ, ખંજવાળ અને અળાઈ જેવી સમસ્યાઓ સર્જાય છે. આ ઉનાળે, એવા કપડાં પસંદ કરીએ જે માત્ર સ્ટાઇલિશ જ નહીં, પણ ‘બ્રિધેબલ’ (શ્વાસ લઈ શકે તેવા) અને ‘સ્કિન-ફ્રેન્ડલી’ (ત્વચા માટે અનુકૂળ) હોય. ‘બ્રિધેબલ’-‘સ્કિન-ફ્રેન્ડલી’ ફેબ્રિક્સ કેમ જરૂરી છે? આપણી ત્વચા પણ શ્વાસ લે છે. જ્યારે આપણે કપડાં પહેરીએ છીએ, ત્યારે કાપડ અને ત્વચા વચ્ચે હવાની અવરજવર થવી જરૂરી છે. ‘બ્રિધેબલ’ ફેબ્રિક્સ કુદરતી રેસામાંથી બનેલા હોય છે, જે હવાને સરળતાથી પસાર થવા દે છે. આનાથી પરસેવો ઝડપથી સુકાઈ જાય છે અને શરીરનું તાપમાન જળવાઈ રહે છે. બીજી તરફ, ‘સ્કિન-ફ્રેન્ડલી’ ફેબ્રિક્સ નરમ હોય છે અને તેમાં કેમિકલ્સનો ઓછો ઉપયોગ થયો હોય છે. તે ત્વચા પર ઘર્ષણ ઓછું કરે છે, જેનાથી રેશિસ અને એલર્જી થવાની શક્યતા નહીંવત થઈ જાય છે. ખાસ કરીને સેન્સિટિવ ત્વચા વાળી મહિલાઓ માટે આ ફેબ્રિક્સ આશીર્વાદરૂપ છે. ઉનાળા માટે શ્રેષ્ઠ ફેબ્રિક્સ 1 કોટન: સદાબહાર આરામ કોટન અથવા સુતરાઉ કાપડ ઉનાળા માટે સૌથી લોકપ્રિય અને વિશ્વસનીય પસંદગી છે. તે પ્યોર નેચરલ ફેબ્રિક છે, જે અત્યંત ‘બ્રિધેબલ’ છે. કોટન પરસેવાને ખૂબ જ ઝડપથી શોષી લે છે અને ત્વચાને કોરી રાખે છે. કોટનની કુર્તીઓ, ડ્રેસ, અને સાડીઓ ઉનાળામાં ડેઈલી વેઅર માટે આદર્શ છે. 2 લિનન: ક્લાસી અને કૂલ લિનન એ ફ્લેક્સ (Flax) નામના છોડના રેસામાંથી બને છે. તે કોટન કરતાં પણ વધુ મજબૂત અને વધુ ‘બ્રિધેબલ’ હોય છે. લિનનનું કાપડ ત્વચા પર બિલકુલ ચોંટતું નથી, જે ઉનાળામાં અત્યંત આરામદાયક છે. જોકે લિનનમાં કરચલીઓ જલ્દી પડે છે, પણ તેની આ ‘નેચરલ ક્રશ’ ઇફેક્ટ જ તેને એક અલગ અને ક્લાસી લુક આપે છે. લિનનના શર્ટ્સ, ટ્રાઉઝર અને શોર્ટ્સ હળવા રંગોમાં ખૂબ જ સુંદર લાગે છે. 3 મોડલ: રેશમી અહેસાસ મોડલ એ બીચ (Beech) નામના ઝાડના પલ્પમાંથી બનેલું સેમી-સિન્થેટિક ફેબ્રિક છે. તે કોટન કરતાં પણ વધુ નરમ અને લચીલું હોય છે. મોડલમાં હવાની અવરજવર ખૂબ સારી હોય છે અને તે પરસેવાને શોષવામાં પણ સક્ષમ છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તે કરચલીમુક્ત રહે છે અને વારંવાર ધોવા છતાં તેની નરમાશ અને રંગ જળવાઈ રહે છે. મોડલના ટી-શર્ટ્સ અને મેક્સી ડ્રેસ ખૂબ જ આરામદાયક હોય છે. 4 ખાદી: સ્વદેશી અને સ્વસ્થ ખાદી એ હાથથી કાંતેલું છે તેમાં હવાની અવરજવર ખૂબ સારી રહે છે. તે ઉનાળામાં ઠંડક અને શિયાળામાં હૂંફ આપે છે. 5 લિનન અને મલમલ: હળવા અને એલિગન્ટ વિકલ્પ લિનન હવા સરળતાથી પસાર થવા દે છે અને ઝડપથી સુકાઈ જાય છે. મલમલ ખૂબ જ નરમ હોય છે. લાઇટ કલર અને લૂઝ ફિટિંગ પસંદ કરો સફેદ, ક્રીમ, પેસ્ટલ બ્લૂ, મિન્ટ ગ્રીન કે પીચ જેવા હળવા રંગો ગરમી ઓછી શોષે છે. સાથે સાથે લૂઝ-ફિટ કપડાં પસંદ કરવાથી શરીરને વધુ હવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    સજાવટ:ગેસની અછત વખતે ઇન્ડક્શન કુકટોપ
    Next Article
    પેરેન્ટિંગ:રાત્રે સૂતી વખતે વાર્તાનું મહત્ત્વ: બાળકની કલ્પનાશક્તિની પાંખો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment