Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેરેન્ટિંગ:રાત્રે સૂતી વખતે વાર્તાનું મહત્ત્વ: બાળકની કલ્પનાશક્તિની પાંખો

    3 days ago

    આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલના સ્ક્રીન પર કાર્ટૂન જોતાં-જોતાં ઊંઘી જાય છે, ત્યારે જૂના જમાનાની ‘બેડટાઈમ સ્ટોરીઝ’ એટલે કે રાત્રે સૂતી વખતે કહેવાતી વાર્તાઓનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. રાત્રે જ્યારે ઘરનું વાતાવરણ શાંત હોય અને બાળક માતા કે પિતાના ખોળામાં માથું રાખીને વાર્તા સાંભળે છે, ત્યારે તેની પાછળ માત્ર મનોરંજન નહીં, પણ બાળકના સર્વાંગી વિકાસનું વિજ્ઞાન છુપાયેલું હોય છે. કલ્પનાશક્તિનો અદ્ભુત વિકાસ જ્યારે બાળક વાર્તા સાંભળે છે, ત્યારે તે પોતાના મનમાં એક અલગ જ દુનિયા બનાવે છે. વીડિયો જોતી વખતે દૃશ્યો તેની સામે તૈયાર હોય છે, જેથી મગજને મહેનત કરવી પડતી નથી. પરંતુ વાર્તા સાંભળતી વખતે, જ્યારે તમે કહો કે ‘એક ઘટાદાર જંગલ હતું,’ ત્યારે બાળક પોતાની કલ્પના મુજબ જંગલનું ચિત્ર મનમાં દોરે છે. આ પ્રક્રિયા તેના મગજની નસોને સક્રિય કરે છે અને તેની કલ્પનાશક્તિને ધારદાર બનાવે છે. ભાષાકીય કૌશલ્ય અને શબ્દભંડોળ વાર્તાઓ દ્વારા બાળક નવા શબ્દો, વાક્યરચના અને બોલવાની શૈલી શીખે છે. માતા-પિતા જ્યારે સંવાદોમાં આરોહ-અવરોહ લાવે છે, ત્યારે બાળકની સમજશક્તિ વધે છે. આ આદત તેને ભવિષ્યમાં સારા વક્તા અને વાચક બનાવવામાં મદદરૂપ થાય છે. સંસ્કાર અને મૂલ્યોનું સિંચન ઉપદેશ આપવા કરતા વાર્તા દ્વારા શીખવવું વધુ અસરકારક હોય છે. પંચતંત્રની વાર્તાઓ કે હિતોપદેશના પ્રસંગો દ્વારા બાળકને પ્રમાણિકતા, હિંમત અને મિત્રતા જેવા ગુણો સહજતાથી સમજાય છે. વાર્તાના પાત્રો બાળક માટે રોલ મોડલ બને છે. લાગણીશીલ જોડાણ આખો દિવસ કામમાં વ્યસ્ત રહ્યા પછી, રાતનો આ 15-20 મિનિટનો સમય માતા-પિતા અને બાળક વચ્ચે એક અતૂટ સેતુ બાંધે છે. આ સમયે બાળક સુરક્ષિત અનુભવે છે અને તેની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો સંતોષાય છે. જે બાળકો નિયમિત વાર્તા સાંભળીને ઊંઘે છે, તેમનો સ્વભાવ વધુ શાંત અને સ્થિર જોવા મળે છે. જો તમે ઈચ્છતા હો કે બાળક રચનાત્મક બને અને તેનામાં સારા ગુણો કેળવાય, તો આજથી જ મોબાઈલ બાજુ પર મૂકીને તેને વાર્તા કહેવાનું શરૂ કરો.
    Click here to Read More
    Previous Article
    ફેશન:ઉનાળાની ગરમીમાં ત્વચાને રાહત: ‘બ્રિધેબલ’ અને ‘સ્કિન-ફ્રેન્ડલી’ ફેશન
    Next Article
    શરીર પૂછે સવાલ:ઉનાળાની ગરમી શરૂ થતા જ મને આંતરિક ભાગોની ત્વચા પર રેશીઝ થવા લાગે છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment