Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:મને મકાન લઈ આપો નહીં તો તમારું અને ભાઈનું નામ લખીને મરી જઈશ, દીકરીની વૃદ્ધ માતાને ધમકી, અભયમે મામલો થાળે પાડ્યો

    2 days ago

    ભાયલીમાં રહેતી મહિલાના પતિ મૃત્યુ પામ્યા હોવાથી તે 5 વર્ષથી પોતાની માતા સાથે રહેતી હતી. મહિલાના સસરાએ મકાન વેચીને તેને રૂપિયા આપ્યા હતા. તે રૂપિયાથી મહિલાએ પોતાની દીકરીને વિદેશ મોકલી દીધી હતી. જોકે હાલમાં મહિલા પાસે રૂપિયા ન હોવાથી તે પોતાની માતાને પરેશાન કરતી હતી અને ઘર લઈ આપવા દબાણ કરતી હતી. આખરે વૃદ્ધાએ અભયમની મદદ માગી હતી. ટીમે કાઉન્સેલિંગ કરતાં તેણે માતાની માફી માગતાં મામલો થાળે પડ્યો હતો. ભાયલીમાં રહેતાં વૃદ્ધાનો જમાઈ 5 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યો હતો. દીકરીનાં સંતાનો નાનાં હોવાથી તે માતા સાથે પિયરમાં રહેતી હતી. બીજી તરફ દીકરીના સસરાએ મકાન વેચીને તેને રૂપિયા પણ આપ્યા હતા. હાલમાં વૃદ્ધા અને તેમની દીકરી સાથે રહે છે. જોકે 6 મહિનાથી તેઓ પોતાની દીકરીથી પરેશાન થઈ ગયાં છે. દીકરી તેની વૃદ્ધ માતા પાસે 25 લાખ માગતી હતી અને નવું મકાન લઈ આપવા પણ દબાણ કરતી હતી. આખરે કંટાળીને વૃદ્ધાએ અભયમને ફોન કરીને જણાવ્યું કે, મારી દીકરી માનસિક ત્રાસ આપે છે. રોજ રડી-રડીને મને હેરાન કરે છે. 2 વર્ષથી હું મારી દીકરીને સમજાવું છું, પણ તે સમજવા તૈયાર નથી. મારો દીકરો વિદેશ રહે છે, તે પણ ત્યાંથી આવીને સમજાવે છે. હવે મારી દીકરી ધમકી આપે છે કે, હું તમારાં બંનેનાં નામ લખીને મરી જઈશ. જેથી હવે હું મારી દીકરીને મારી સાથે રાખવા માગતી નથી. ત્યારબાદ અભયમની ટીમે સ્થળે પહોંચી દીકરીનું કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમે તેને સમજાવ્યું કે, સિનિયર સિટીઝનને માનસિક ત્રાસ ન આપી શકો. આ રીતે ધાકધમકી આપવી એ ગુનો બને છે. રૂપિયા કે ઘરની માગણી કરવી યોગ્ય નથી. તમારી માતા વૃદ્ધ છે, તેમને પરેશાન ન કરવાં જોઈએ. આખરે દીકરીને ભૂલ સમજાતાં તેણે હવે પછી માતાને પરેશાન નહિ કરે તેવી ખાતરી આપી હતી. મહિલાની દીકરી પણ માતાને પરેશાન કરતી હતી પતિના મૃત્યુ બાદ મહિલાને તેના સસરાએ રૂપિયા આપ્યા હતા. જોકે તે તમામ રૂપિયા તેણે પોતાની દીકરી પાછળ ખર્ચીને તેને વિદેશ મોકલી હતી. જોકે મહિલાની દીકરી પણ તેને કોઈ પણ રીતે મદદ કરતી નહોતી. જેથી મહિલા પોતાની વૃદ્ધ માતાને રૂપિયા માટે પરેશાન કરતી હતી.
    Click here to Read More
    Previous Article
    પાલિકા દ્વારા વન વોર્ડ-વન રોડ અંતર્ગત કામગીરી કરાઈ:વારસિયા જૂના RTOથી ફતેપુરા સુધી રોડની ટ્રીટેડ પાણીથી સફાઈ
    Next Article
    માનવતા મહેકાઈ:પરિવારથી વિખૂટા પડી ગયેલ દિવ્યાંગનું પરિવારથી મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment