Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્ણય:દ્વારકા પાલિકા સંચાલિત પ્રિતમ મંદિર માત્ર વ્યાયામ માટે અનામત

    2 days ago

    દ્વારકા શહેરમાં નગરપાલિકા સંચાલિત પ્રિતમ વ્યાયામ મંદિરને હવે માત્ર વ્યાયામ માટે જ ઉપયોગમાં લેવાશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે પાલિકાના વોર્ડ નં. 2 ના સભ્ય રામભા માણેક દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં જણાવાયું હતું કે, દ્વારકા શહેરમાં પુરુષો માટે નગરપાલિકા સંચાલિત પ્રિતમ વ્યાયામ મંદિર એકમાત્ર એવું સ્થળ છે જ્યાં શહેરના યુવાઓથી લઈને સિનિયર સિટિઝન્સ સુધીના લોકો નિયમિત રીતે શરીર સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે કસરત કરવા આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ સ્થળનો ઉપયોગ વિવિધ કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે થતો હોવાના કારણે વ્યાયામ કરવા આવતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રામભા માણેક દ્વારા માંગ કરવામાં આવી હતી કે, પ્રિતમ વ્યાયામ મંદિરને કોઈપણ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિઓ માટે આપવામાં ન આવે અને તેને સંપૂર્ણ રીતે વ્યાયામવીરો માટે અનામત રાખવામાં આવે. સાથે જ આ સ્થળની નિયમિત સફાઈ, સંભાળ અને વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. દ્વારકા નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક દરમિયાન પણ આ મુદ્દે રામભા માણેક દ્વારા મૌખિક રીતે રજૂઆત કરવામાં આવી હતી, જેને હાજર તમામ સભ્યોએ સમર્થન આપ્યું હતું. પાલિકાના સત્તાધીશો દ્વારા પણ આ બાબતે હકારાત્મક અભિગમ દાખવતા મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ઠરાવ અનુસાર હવે પ્રિતમ વ્યાયામ મંદિર માત્ર કસરત અને શારીરિક તંદુરસ્તી માટે જ ઉપયોગમાં લેવામાં આવશે અને ત્યાં ચાલતી તમામ કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી છે. આ નિર્ણય બદલ સ્થાનિક વ્યાયામવીરોમાં ખુશીની લાગણી વ્યાપી છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તથા નગરપાલિકાની સમગ્ર બોડીને આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ સન્માનિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ-સિદ્ધપુરમાં PNG ગ્રાહકોના LPG કનેક્શન આજથી રદ કરાશે
    Next Article
    શહેરાવથી તિલકવાડા વચ્ચેના હંગામી પુલની નબળી ગુણવત્તા:લોકફાળાથી રૂા.25 લાખમાં બનતો પુલ કદી ન તૂટ્યો, ‎એજન્સીએ 2 કરોડના ખર્ચથી બનાવ્યો પણ ન ટક્યો‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment