Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ-સિદ્ધપુરમાં PNG ગ્રાહકોના LPG કનેક્શન આજથી રદ કરાશે

    2 days ago

    રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે પીએનજી પાઇપ લાઇન ગેસ ધરાવતા ગ્રાહકોને એલપીજી ગેસ કનેક્શન આપવામાં નહીં આવે. તેના ભાગરૂપે પાટણ જિલ્લામાં પાટણ અને સિદ્ધપુર શહેરમાં પીએનજી ગેસ કનેક્શન ધરાવતા લોકોના એલપીજી ગેસ કનેક્શન રદ કરવાની પ્રક્રિયા આજે મંગળવારથી શરૂ કરવામાં આવશે. સાથે જ આવા ગ્રાહકોને પોતાના એલપીજી સિલિન્ડર સરેન્ડર કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં પાટણ અને સિદ્ધપુર શહેરમાં આશરે 21 હજાર જેટલા પીએનજી પાઇપલાઇન ગેસ કનેક્શન છે. જેમાંથી અંદાજે 17 હજાર કનેક્શન પાટણ શહેરમાં અને આશરે 4 હજાર કનેક્શન સિદ્ધપુર શહેરમાં નોંધાયેલા છે. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સાબરમતી ગેસ એજન્સી પાસેથી પીએનજી ગેસ ગ્રાહકોની યાદી મેળવી તેને સંબંધિત ગેસ એજન્સીઓ, મામલતદારો તેમજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને મોકલવામાં આવી છે. આ યાદી આધારે પીએનજી ગેસ કનેક્શન ધરાવતા લોકો પાસે એલપીજી કનેક્શન છે કે નહીં તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે. જો આવા ગ્રાહકો પાસે એલપીજી કનેક્શન હોવાનું સામે આવશે તો તે કનેક્શન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.સાથે જ સંબંધિત ગ્રાહકોને તેમના એલપીજી સિલિન્ડર સરેન્ડર કરવા માટે પણ અનુરોધ કરવામાં આવશે, એવી માહિતી જિલ્લા પુરવઠા તંત્રના સૂત્રોએ આપી હતી. મોનિટરિંગ માટે જિલ્લામાં કુલ 19 ગેસ એજન્સીઓ પર મહેસૂલ અને પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેથી ગેસ બોટલના સપ્લાય અને વિતરણ પર સતત દેખરેખ રાખી શકાશે. ગેસ બોટલનું અનધિકૃત વેચાણ ન થાય તે માટે પુરવઠા તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે.ગ્રાહકોને સરળતા રહે તે માટે ગેસ બોટલ બુકિંગ માટે ઓનલાઈન વેબસાઈટ, મોબાઈલ એપ્લિકેશન, IVRS, મિસ્ડ કોલ અને વોટ્સએપ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બુકિંગ થયેલ ગેસ બોટલ ગ્રાહકોના ઘરે હોમ ડિલિવરી દ્વારા પહોંચાડવામાં આવશે.જેથી લોકોને ગેસ એજન્સી અથવા ગોડાઉન પર ભીડ ન કરવા અને ઓનલાઈન અથવા અન્ય માધ્યમો દ્વારા બુકિંગ કરી હોમ ડિલિવરીની સુવિધાનો લાભ લેવા તંત્ર દ્વારા જણાવાયું છે. રિફિલિંગ બંધ કરી, કનેક્શન હશે તો રદ કરાશે જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગીબેન ગુર્જરે જણાવ્યું હતું કે પાટણ અને સિદ્ધપુરમાં પીએનજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને હવે એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવશે નહીં. તેમની પાસે રહેલ એલપીજી સિલિન્ડરનું રિફિલિંગ પણ કરવામાં આવશે નહીં અને તેમની પાસે જો એલપીજી કનેક્શન હશે તો તે પણ રદ કરવામાં આવ ઉપરાંત સંબંધિત ગ્રાહકોને તેમના સિલિન્ડર સરેન્ડર કરાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પીએનજી કનેક્શન છે, તેમને એલપીજી નહીં મળે‎ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે જેમની પાસે પીએનજી ગેસ કનેક્શન છે તેમના‎એલપીજી કનેક્શન માટે કોઈપણ પ્રકારનું બુકિંગ સ્વીકારવામાં ન આવે તે માટે તમામ ગેસ‎ડીલરોને સૂચના આપવામાં આવી છે. એટલે કે પીએનજી ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને‎હવે એલપીજી ગેસ ઉપલબ્ધ રહેશે નહીં. જોકે હાલમાં જિલ્લામાં ગેસ પુરવઠાની સ્થિતિ‎સંતોષકારક હોવાથી સામાન્ય ગ્રાહકોને કોઈ મુશ્કેલી નહીં પડે.‎
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ જિલ્લામાં પાંચ વર્ષમાં 43,250 નવા વાહનોની ખરીદી જેમાં 40 હજાર ટુ વ્હીલર
    Next Article
    નિર્ણય:દ્વારકા પાલિકા સંચાલિત પ્રિતમ મંદિર માત્ર વ્યાયામ માટે અનામત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment