Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ જિલ્લામાં પાંચ વર્ષમાં 43,250 નવા વાહનોની ખરીદી જેમાં 40 હજાર ટુ વ્હીલર

    2 days ago

    પાટણ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ મોજશોખ અને બદલાતી જીવનશૈલીના કારણે 2021 થી 2025 દરમિયાન વાહન ખરીદીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. જેમાં જિલ્લામાં કુલ 43,250 નવા વાહનોની ખરીદી થઈ છે. ખાસ કરીને મધ્યમ વર્ગમાં ટુ-વ્હીલર અને ઉચ્ચ મધ્યમ વર્ગમાં કાર ખરીદવાનું પ્રમાણ વધ્યું છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ બેંકો દ્વારા સરળતાથી મળતી લોન અને ફાઇનાન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતી આકર્ષક સ્કીમો માનવામાં આવી રહી છે. પાટણ જિલ્લામાં પાંચ વર્ષમાં અંદાજે 40,000 નવી બાઇક અને સ્કૂટર રજિસ્ટર થયા છે. યુવાનોમાં સ્પોર્ટ્સ બાઇક અને મહિલાઓમાં ગિયરલેસ સ્કૂટરની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓફિસ જનારા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ટુ-વ્હીલર હવે મોજશોખને બદલે અનિવાર્ય જરૂરિયાત બની ગયું છે.તેમજ 1800 લક્ઝરી અને ફેમિલી કાર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર ખરીદવાનો ટ્રેન્ડ પણ તેજ બન્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં 1,800 થી વધુ નવી મોટર કાર પાટણના આરટીઓ ચોપડે નોંધાઈ છે. કાર લોન સરળ બનવાથી મધ્યમ વર્ગ માટે કાર ખરીદવી હવે ઘણી સરળ બની ગઈ છે. કારની કુલ કિંમતના લગભગ 90 ટકા સુધી લોન મળતી હોવાથી ગ્રાહકને શરૂઆતમાં માત્ર 10 ટકા.. અનુસૃંધાન પાન-2 65 કાર અને 70 ટુ વ્હીલર લોન પર ખરીદાયા અંદાજે 1,200 થી વધુ કારો (કુલ કારના લગભગ 70ટકા) બેંકો અથવા ખાનગી ફાયનાન્સ કંપનીઓ દ્વારા લોન પર લેવામાં આવી છે.તેમજ અંદાજે 28,000 થી વધુ બાઈક અને સ્કૂટર હપ્તા પર ખરીદવામાં આવ્યા છે. મધ્યમ વર્ગમાં લોન દ્વારા ટુ-વ્હીલર લેવાનો ક્રેઝ સૌથી વધુ જોવા મળ્યો છે. અને ખેતીવાડી માટેના 800 થી વધુ ટ્રેક્ટરો અને મોટાભાગના માલવાહક વાહનો બેંક લોન દ્વારા રજિસ્ટર થયેલા છે.
    Click here to Read More
    Previous Article
    વસ્તી ગણતરી:પાટણમાં 2800 કર્મચારીઓ મોબાઈલ એપથી ઘર-ઘર જઈ વસ્તી ગણતરી કરશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ-સિદ્ધપુરમાં PNG ગ્રાહકોના LPG કનેક્શન આજથી રદ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment