Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્તી ગણતરી:પાટણમાં 2800 કર્મચારીઓ મોબાઈલ એપથી ઘર-ઘર જઈ વસ્તી ગણતરી કરશે

    2 days ago

    પાટણમાં 2800 કર્મચારીઓ પેન-કાગળના બદલે મોબાઈલ એપથી ઘર-ઘર જઈ વસ્તી ગણતરી કરશે. કોરોના કાળમાં વર્ષ 2021માં મોકૂફ રહેલ વસ્તી ગણતરી હવે પ્રથમવાર દેશમાં ડિજિટલ રીતે કરવામાં આવનાર છે. જેમાં પાટણ જિલ્લામાં તૈયારીઓ શરૂ કરાઇ છે. જિલ્લામાં આગામી 20 એપ્રિલ થી આશરે 2800 જેટલા અધિકારી કર્મચારીઓ ડિજિટલ એપ મારફતે વસ્તી ગણતરી કરશે. જેમાં 700થી 800 લોકો વચ્ચે એક ગણતરીદાર કર્મચારી મૂકાશે. જે પૂર્વે સોમવારે પાટણ કલેક્ટર કચેરી ખાતે ગણતરી કરનાર કર્મચારીઓને ફિલ્ડમાં કામગીરી અંગે માહિતગાર કરવા માટે તાલીમનો પ્રારંભ થયો હતો. આ જનગણના બે તબક્કામાં ગણતરી 20 એપ્રિલથી 19 મે 2026 દરમિયાન હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ઘરોની લિસ્ટિંગ આ સમયગાળા દરમિયાન ઘરોની સ્થિતિ, નિર્માણ સામગ્રી, સ્થાન, મૂળભૂત સુવિધાઓ વગેરેની માહિતી એકત્ર કરવામાં આવશે. આ પ્રક્રિયા લગભગ 31 દિવસ ચાલશે. 20 એપ્રિલથી ગણતરીનો પ્રારંભ, ઘરની છતથી લઈને સભ્યો સહિત ઈન્ટરનેટ સુધીના ૩૩ પ્રશ્નો પૂછાશે. બીજા તબક્કામાં - જનગણના આ તબક્કામાં વસ્તી, જાતિ, ધર્મ, શિક્ષણ, રોજગારની ગણતરી કરાશે. પ્રથમ તબક્કા તરીકે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન અંતર્ગત ઘરપાદી અને મકાનોની આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબને ઉપલબ્ધ સુવિધાઓ તેમજ અસ્ક્યામતો સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે. પાટણ જિલ્લામાં આ કામગીરી સુચારુ રીતે પાર પાડવા અગાઉ મામલતદારો અને ચીફ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. હવે ફિલ્ડ ટ્રેનર્સ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી ખાતેના નવા કોન્ફરન્સ હોલમાં 16 થી 18 માર્ચ દરમિયાન યોજનાર આ તાલીમ કાર્યક્રમની શરૂઆત સોમવારે સવારે 10:30 કલાકે થઈ હતી. એપ્લિકેશન દ્વારા કુટુંબોની માહિતી નોંધાશે આ વખતની જનગણના અનેક રીતે વિશેષ બનવાની છે, કારણ કે દેશમાં પ્રથમ વખત જનગણનાનો ડેટા ડિજિટલ સાધનો દ્વારા એકત્રિત કરવામાં આવશે. ગણતરીદારો પોતાના સ્માર્ટફોનમાં ઉપલબ્ધ નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઘરો અને કુટુંબોની માહિતી નોંધશે. લોકોને સ્વ-ગણતરી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. લોકો 5 એપ્રિલથી 19 એપ્રિલ 2026 દરમિયાન નિર્ધારિત વેબ પોર્ટલ મારફતે પોતાની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે. લોકોને આ પ્રશ્નો પૂછાશે‎ આગામી જનગણનામાં દરેક‎પરિવારને 33 પ્રશ્નો પૂછવામાં‎આવશે. તેમાં પરિવારના‎સભ્યોની સંખ્યા, ઉમર, લિંગ,‎વૈવાહિક સ્થિતિ, શિક્ષણ,‎વ્યવસાય, જન્મસ્થાન, સ્થળાંતર,‎માતા-પિતાની વિગતો,‎દિવ્યાંગતા અથવા સામાજિક વર્ગ‎જેવી માહિતી સામેલ‎રહેશે.ઘરના પ્રકાર, પાણી,‎શૌચાલય, વીજળી, રસોઈઈંધણ‎અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ‎વિશે પણ પ્રશ્નો પૂછાશે.‎
    Click here to Read More
    Previous Article
    દબાણ કરાયા દૂર:પાટણમાં ગાયત્રી મંદિર સામે કેનાલની સફાઈ શરૂ કરાઈ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:પાટણ જિલ્લામાં પાંચ વર્ષમાં 43,250 નવા વાહનોની ખરીદી જેમાં 40 હજાર ટુ વ્હીલર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment