Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાતમુહૂર્ત:લીલીયા તાલુકાના પુંજાપાદર, ગોઢાવદર ગામમાં તળાવો ઊંડા કરવાનો પ્રારંભ થયો

    2 days ago

    લીલીયા તાલુકાના વિવિધ ગામોમાં મહત્વપૂર્ણ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બવાડા અને ભેંસવડી ગામે નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ થયો હતો, જ્યારે પુંજાપાદર અને ગોઢાવદર ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડા ઉતારવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લીલીયા તાલુકાના બવાડા અને ભેંસવડી ગામે રૂ.25-25 લાખના ખર્ચે નવા ગ્રામ પંચાયત ભવનનું નિર્માણ કરવામાં આવશે. નવા પંચાયત ભવનથી ગ્રામ પંચાયતના વહીવટી કાર્યો વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે તેમજ ગ્રામજનોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે. ગ્રામ પંચાયત કાર્યરત થતાં ગામના લોકોને વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા, જરૂરી દસ્તાવેજો મેળવવા તથા અન્ય વહીવટી કામો માટે સરળતા રહેશે. તેમજ પુંજાપાદર અને ગોઢાવદર ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ઊંડા ઉતારવાના કામો શરૂ કરવામાં આવ્યા છે. આ યોજના દ્વારા પાણી સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવામાં આવે છે. જે અંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સંરક્ષણ અને વિકાસકાર્યો ખૂબ મહત્વના છે. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    સહાય અર્પણ:સિંહણના હુમલામાં બાળકના મોતની ઘટનામાં પરિવારને 10 લાખની સહાય
    Next Article
    આયોજન:અમરેલી ગજેરા કેમ્પસના સંગીત વિદ્યાર્થીઓએ ભજન, કીર્તન અને લોકગીતો આકાશવાણી રાજકોટમાં રજૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment