Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આયોજન:અમરેલી ગજેરા કેમ્પસના સંગીત વિદ્યાર્થીઓએ ભજન, કીર્તન અને લોકગીતો આકાશવાણી રાજકોટમાં રજૂ કર્યા

    2 days ago

    શ્રીરામનવમીના પાવન પર્વ નિમિતે આકાશવાણી રાજકોટ ખાતે અમરેલી જિલ્લાના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભાના સંગીત વિદ્યાર્થીઓ દ્વારા વિશેષ કાર્યક્રમનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. જેનું પ્રસારણ તા.15 માર્ચ, સવારે 10:00 વાગ્યે કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભજન, કીર્તન, ધૂન તથા લોકગીતો દ્વારા પોતાની કલાત્મક પ્રતિભા રજૂ કરી અને રેડિયો સ્ટેશનમાં આનંદમય માહોલ સર્જ્યો હતો. કાર્યક્રમમાં જ્ઞાનશક્તિ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિવિધ રજૂઆતો કરી હતી. જેમાં ગોહિલ મંત્ર દ્વારા શ્રીરામ સ્પીચ, ચાંદુ જયરાજ દ્વારા મેરે ઘર રામ આયેગે, રાહુલ રાઠોડ દ્વારા તાળી પાડો તો મારા રામ ની રે, કયાનખાન પઠાન દ્વારા તુલસી શ્યામ રજૂ કરાયું હતું. સાથેજ ગુજરાતી માધ્યમ વિભાગમાં કથેરીયા કાવ્ય દ્વારા પ્રથમ પહેલા પૂજા, કાબરીયા આર્યન દ્વારા તાળી પાડી ને રામ નામ, કાબરીયા શિવમ દ્વારા હુંડી તથા ગારૈયા ડેનિલ દ્વારા રામ આયેગે જેવી રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત સંગીત સાથરૂપે કિશનભાઈ ગોંડલીયા , દેવમુરારી દીપ, જીવાણી દક્ષ અને ગોહિલ અંશ દ્વારા સુંદર સંગીત સાથ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખૂંટ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ વિદ્યાર્થીઓ તથા સંગીત શિક્ષક કિશનભાઈ ગોંડલીયાને અભિનંદન આપ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખાતમુહૂર્ત:લીલીયા તાલુકાના પુંજાપાદર, ગોઢાવદર ગામમાં તળાવો ઊંડા કરવાનો પ્રારંભ થયો
    Next Article
    Indian tanker arrives from Hormuz, two others expected today; no talks with US on deploying warships

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment