Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઠક:આંતરિક સંકલનના પ્રશ્નો તથા એ.જી. ઓડિટના વાંધાઓનો નિકાલ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરાઈ

    3 days ago

    પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના અધ્યક્ષતામાં સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ સરકારી જમીનની માંગણી તેમજ મિશન લાઈફ અંતર્ગત ગ્રાન્ટની માંગણી જેવા મહત્વના વિષયો પર સક્રિયતા દાખવવા સૂચના આપી હતી. તેમણે જનહિતના પ્રશ્નો અને સરકારી યોજનાઓના અમલીકરણની સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. આગામી "માધવપુર મેળો 2026 ના સુચારૂ આયોજન માટે અત્યારથી જ યુદ્ધના ધોરણે સજ્જ થઈ તમામ તૈયારીઓ આયોજનબદ્ધ રીતે કરવા અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધી વહીવટી પ્રક્રિયાઓને વધુ ગતિશીલ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.બેઠક દરમિયાન મંત્રી, સાંસદ અને ધારાસભ્ય દ્વારા ઉપસ્થિત કરાયેલા પ્રશ્નોનું પ્રાથમિકતાપૂર્વક નિરાકરણ થાય તે દિશામાં ચર્ચા થઈ હતી. ઉપરાંત, આંતરિક સંકલનના પ્રશ્નો, એ.જી. ઓડિટના વાંધાઓનો નિકાલ, રેકોર્ડ ચકાસણી, તુમાર સેન્સસની માહિતી તથા કર્મચારીઓના પેન્શન કેસોની સમીક્ષા જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી , બી બી ચૌધરી,જિલ્લા પોલીસ અધિક્ષક બી.યુ. જાડેજા, પોરબંદર મહાનગરપાલિકા કમિશનર હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, પ્રાંત અધિકારી સંદીપ જાદવ, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, જિલ્લા આયોજન અધિકારી જે.સી. ઠાકોર, ડીવાયએસપી ધ્રુવલ સુતરીયા અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.એલ. વાઘાણી સહિતનાં અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કામગીરી:જી.એમ.બી. ઓફિસથી સ્મશાન ભૂમિ માર્ગ પરના વીજપોલ બદલાયા
    Next Article
    બેઠક:દામનગરમાં 27 માર્ચે રામનવમી નિમિત્તે રથયાત્રાને લઇ રામજી મંદિરે બેઠક મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment