Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:જી.એમ.બી. ઓફિસથી સ્મશાન ભૂમિ માર્ગ પરના વીજપોલ બદલાયા

    3 days ago

    પોરબંદર શહેરમાં રાત્રિના સમયે રોશનીની વ્યવસ્થા વધુ સુદ્રઢ બને અને નગરજનોને સુરક્ષિત અવરજવર મળી રહે તે માટે મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ અને વીજપોલ સુધારણા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આ અભિયાન અંતર્ગત જી.એમ.બી. ઓફિસથી સ્મશાનભૂમિ તરફ જતા માર્ગ પર જર્જરીત અને જોખમી બની ગયેલા વીજપોલોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. મનપાના ઇલેક્ટ્રિક વિભાગે પીજીવીસીએલની ટીમના સહયોગથી રાત્રિના સમયે કામગીરી હાથ ધરી હતી.કામગીરી દરમિયાન આશરે 15 જેટલા જૂના અને જર્જરીત વીજપોલોને સુરક્ષિત રીતે દૂર કરી તેમના સ્થાને નવા 82 વીજપોલ અને એલઈડી સ્ટ્રીટલાઈટ સ્થાપિત કરવામાં આવ્યા છે.આ કામગીરી મનપાના કમિશનરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. ઇલેક્ટ્રિક વિભાગના સુપરવાઈઝર કિશોરભાઈ કેશવાલા અને કિરીટ કોટિયાની ટીમે સ્થળ પર રહી કામગીરીનું સંચાલન કર્યું હતું. મનપા દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવનારા દિવસોમાં સ્ટ્રીટલાઈટ અને વીજપોલ સુધારણા કામગીરી ચાલુ રાખવાની યોજના હોવાનું કમિશનર પ્રજાપતિએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કાઉન્સેલિંગ:આત્મહત્યા કરવા જતી મહિલાને 181 ટીમે બચાવી
    Next Article
    બેઠક:આંતરિક સંકલનના પ્રશ્નો તથા એ.જી. ઓડિટના વાંધાઓનો નિકાલ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment