Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:કોર્પોરેટર હુમલામાં પુર્વ વિપક્ષી નેતા રિમાન્ડ બાદ જેલ હવાલે

    1 week ago

    જામનગર શહેરમાં નગરસેવક ઉપર થયેલા હુમલા પ્રકરણમાં પુર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટરની ધરપકડ થયા બાદ રીમાન્ડ પુર્ણ થતાં જેલ હવાલે કરાયો છે. રાજકિય રાગદ્રેશના કારણે મારા સામે ફરિયાદ થયાનું પોલીસને જણાવ્યું હતું. રિમાન્ડ દરમિયાન પુર્વ વિપક્ષી નેતા અને કોર્પોરેટરના પરિવારજનો જ પોલીસ સ્ટેશને મોડી રાત્રિ સુધી રહ્યા હતા. જ્યારે અન્ય કોઈ સમાજના લોકો કે, આગેવાનો પહોંચ્યા ન હતા. જામનગર મહાનગર પાલિકાના બિલ્ડીંગમાંથી બહાર નિકળીને ઘરે જવા નિકળેલા કોર્પોરેટર અસલમ ખીલજી પીજીવીસીએલ કચેરીની આગળથી સ્કુટર લઈને પસાર થતા હતા. ત્યારે કારમાં આવેલા 6 થી 7 જેટલા શખસોએ હુમલો કર્યો હતો. અને હાથ-પગમાં ફેક્ચર કરીને નાશી છુટ્યા હતા. જેમાં કોર્પોરેટર અસલમ ખીલજીએ મ્યુ.વિપક્ષી નેતા અને કોર્પોરેટર અલ્તાફ ખફી સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે સીટી બી ડિવિઝનના પીઆઈ પી.પી.ઝા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને લોકેશન મેળવતા તે ગુલાબનગર પાસેથી પસાર થવાનો હોવાની માહિતીના આધારે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. અલ્તાફ ખફી નિકળતો તેને ઝડપી લીધો હતો અને કોર્ટમાં રજુ કરીને એક દિવસના રીમાન્ડ પર લઈને પુછપરછ કરવામાં આવી હતી. જેમાં તેમણે રાજકિય કારર્કિદી પુર્ણ કરવા નામ અપાયું હોવાનું જણાવ્યું હતું. જે બાદ આજે રીમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આજથી વહીવટદાર શાસન:જામનગર જિલ્લા પંચાયતના સદસ્યોની ટર્મ પુરી
    Next Article
    કોમ્બિંગ:ગુનેગારોના ઘરોમાં વીજ ચેકીંગ 106 ઘરોમાંથી વીજચોરી મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment