Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી વહીવટદાર શાસન:જામનગર જિલ્લા પંચાયતના સદસ્યોની ટર્મ પુરી

    1 week ago

    જામનગર જિલ્લા પંચાયત અને જિલ્લાની ભાજપા શાસિત છ તાલુકા પંચાયતોના ચુંટાયેલા સભ્યોની ટર્મ આજે પુર્ણ થઈ છે. ત્યારે જિલ્લા પંચાયત અને તમામ તાલુકાઓમાં વહિવટદાર શાસન આવતી કાલે મંગળવારથી લાગુ થશે. ચુંટણીનું ચક્ર ફરી રચાશે અને આગામી મે માસમાં નવા શાસકો આવશે. વહિવટદાર તરીકે કલેકટર કેતન ઠકકરને જવાબદારી સોંપવામાં આવી છે. જામનગર જિલ્લા પંચાયતની વાત કરીએ તો વર્ષ 2021ની ચુંટણીમાં જિલ્લા પંચાયતની 24 બેઠકોમાંથી 19 બેઠકો ભાજપાએ જીતતા સત્તાના સુત્રો ભાજપાએ સંભાળ્યા હતા. વિપક્ષના કોંગ્રેસના ભાગે ચાર અને બસપાના ફાળે એક બેઠક આવી હતી. પંચાયતની અઢી વર્ષની પ્રથમ ટર્મમાં પ્રમુખ તરીકે ધરમશીભાઈ ચનિયારા અને બીજી ટર્મના પ્રમુખ તરીકે મેયબેન ગરસર રહ્યા હતા. આગામી ચુંટણી માટે બેઠકોના અનામતના જાહેર થયેલા રોટેશનમાં હાલ સુધીના સંખ્યાબંધ સક્ષમ સભ્યો અગામી ચુંટણી માટે ટીકીટની દાવેદારી જ કરી શકે તેમ નથી. જામનગરની છ તાલુકા પંચાયતોમાં ભાજપાનું શાસન રહ્યું હતું. જેની પણ મુદ્દત આજે તા.17ના સાંજે પુરી થતી હોવાથી વહિવટદાર તરીકે જામનગર, ધ્રોલ-જોડીયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર તાલુકા વિકાસ અધિકારીઓ કાલે તા.18થી વહિવટ સંભાળશે. જિલ્લામાં આગામી સમયમાં પક્ષીય રાજકારણમાં ચુંટણીનો ગરમાવો જોવા મળશે. જિલ્લા પં.ના સદસ્યોની ટીકીટ મેળવવા રાજકિય ભલામણોના દૌર જામનગર જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો છે. જેમાં ગત ટર્મમાં ભાજપે 19 બેઠકો ઉપર જીત મેળવીને જિલ્લા પંચાયતના સત્તારૂઢ થયા હતા. જ્યારે આ વખતે 12 મહિલાઓ માટે અનામત બેઠક છે. જેથી અમુક સભ્યોની ટીકીટ કપાતી હોવાથી અન્ય સ્થળેથી લડવા તેમજ ઘરના મહિલા સભ્યોને ઉભા રાખવા માટેની તૈયારીઓ શરૂ કરી છે. તો બીજી બાજુ સદસ્યોની અનામતના હિસાબે અન્ય બેઠક પરથી ચૂંટણી લડવા તૈયારીઓ કરે છે. જિલ્લા પંચાયતની મૂદત પૂર્ણ થતાં જ રાજકીય સોગઠાઓ પણ હવે ધીમે-ધીમે ગોઠવાશે.
    Click here to Read More
    Previous Article
    અત્યાધુનિક શેડનું 95 ટકા કામ પૂર્ણ:હાપા રેલવે યાર્ડમાં 35.41 કરોડના ખર્ચે સંયુકત વેગન શેડ
    Next Article
    કાર્યવાહી:કોર્પોરેટર હુમલામાં પુર્વ વિપક્ષી નેતા રિમાન્ડ બાદ જેલ હવાલે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment