Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અત્યાધુનિક શેડનું 95 ટકા કામ પૂર્ણ:હાપા રેલવે યાર્ડમાં 35.41 કરોડના ખર્ચે સંયુકત વેગન શેડ

    1 week ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત હાપા યાર્ડમાં રૂા. 35.41 કરોડના ખર્ચે માલગાડીના વેગનની જાળવણી માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ ગતિ શક્તિ યુનિટ-રાજકોટ દ્વારા વિક્રમી સમયમાં કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ મુખ્ય વહીવટી અધિકારી (રોડ સેફ્ટી, ચર્ચગેટ)અમિત મનુવાલના માર્ગદર્શન અને રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના દિશાનિર્દેશ હેઠળ મુખ્ય પ્રોજેક્ટ મેનેજર (ગતિ શક્તિ-રાજકોટ) સુધીર દુબે અને તેમની ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. ​વર્તમાનમાં માત્ર દોઢ વર્ષના વિક્રમી સમયમાં આ પ્રોજેક્ટનું લગભગ 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂરું કરી લેવામાં આવશે. આ નવી સુવિધા શરૂ થવાથી બીટીપીએન, બીસીએન, બીટીપીએલએન સહિત વિવિધ પ્રકારના માલવાહક વેગનનું નિરીક્ષણ, મરામત અને જાળવણીનું કામ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે થઈ શકશે.નવા વેગન શેડનું કદ 172 મીટર × 25 મીટર છે અને તેની મહત્તમ ઊંચાઈ 16.5 મીટર છે. તેમાં ટ્રસ વગરની સ્વ-સમર્થિત હળવા વજનની પ્રોફ્લેક્સ રૂફ શીટ લગાવવામાં આવી છે. ​ વેગનના ઉપરના ભાગના નિરીક્ષણ માટે લાઇન નંબર 01 અને 03 ની સાથે ઇન્સ્પેક્શન ગેન્ટ્રી અને દર 17 મીટરના અંતરે ઇન્સ્પેક્શન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જેનાથી કર્મચારીઓ વેગન પર સુરક્ષિત રીતે પહોંચી શકશે. ​પ્રોજેક્ટ હેઠળ 78 મીટર × 9 મીટરનું આધુનિક વહીવટી ભવન પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 10 રૂમ અને પ્રથમ માળે 12 રૂમ બનાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ નવી સુવિધાથી હાપા યાર્ડમાં વેગનની મરામત અને જાળવણીનું કામ પહેલાની સરખામણીમાં ઘણું ઝડપી અને વધુ સારું બનશે. આનાથી વેગન જલ્દી ફિટ થઈને માલ પરિવહન માટે ઉપલબ્ધ થશે, યાર્ડમાં ભીડ ઘટશે અને ટ્રેનોનું સંચાલન વધુ સરળ રહેશે. પરિણામે ઉદ્યોગો અને વેપારીઓને માલસામાનના પરિવહનમાં વધુ સુવિધા મળશે અને રેલવેની માલ પરિવહન ક્ષમતા તેમજ આવકમાં પણ વધારો થશે. માલ લોડીંગ માટે વેગનની ઉપલબ્ધતા ઝડપથી વધશે ​નવી સુવિધા શરૂ થવાથી માલવાહક વેગનની મરામત ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. જ્યાં પહેલા દરરોજ અંદાજે 12 વેગનની મરામત શક્ય હતી, હવે તે ક્ષમતા વધી દરરોજ 56 વેગન થશે. આ સાથે જ રૂટિન ઓવરહોલિંગ આઉટટર્ન દર મહિને 70 વેગનથી વધીને 125 થી વધુ વેગન થવાની સંભાવના છે.આ વ્યવસ્થાથી બીમાર (સીક) વેગનને હવે લગભગ 3 દિવસમાં ફિટ કરી શકાશે, જ્યારે પહેલા આમાં સરેરાશ 10 દિવસ જેટલો સમય લાગતો હતો. આનાથી યાર્ડમાં ભીડ ઘટશે અને માલ લોડિંગ માટે વેગનની ઉપલબ્ધતા ઝડપથી વધશે. સાથે જ અનેક ટેકનિકલ પરીક્ષણો અને ઓવરહોલિંગના કાર્યો હવે સ્થાનિક સ્તરે જ શક્ય બનશે, જેથી સમય-ખર્ચ બચશે.
    Click here to Read More
    Previous Article
    મેગા ડીસ કનેકશન ડ્રાઇવ:જામનગર-દેવભૂમિમાં 42622 બાકીદારોના 20.35 કરોડના બીલની વસુલાત માટે ઝુંબેશ
    Next Article
    આજથી વહીવટદાર શાસન:જામનગર જિલ્લા પંચાયતના સદસ્યોની ટર્મ પુરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment