Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની નિર્ધાર સંસ્થાનો પ્રસુતા મહિલાઓને સહાય:'મીનાબેન ડો. કે. એલ. મહેતા યોજના' હેઠળ 106 બહેનોને લાભ

    9 hours ago

    સુરેન્દ્રનગર સ્થિત નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા પ્રસુતા મહિલાઓ માટે સહાય યોજના ચલાવવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં કુલ 106 મહિલાઓએ આ યોજનાનો લાભ લીધો છે. આ સંસ્થા છેલ્લા 27વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. સંસ્થા દ્વારા "મીનાબેન ડો. કે. એલ. મહેતા પ્રસુતા સહાય યોજના" તા. 18/05/2025 થી 30/05/2026 સુધી અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય કુપોષણમુક્ત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાનો છે. આ યોજના અંતર્ગત, કોઈપણ જાતિ-જ્ઞાતિના ભેદભાવ વગર, પ્રથમ અથવા દ્વિતીય પ્રસુતિ સમયની મહિલાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવામાં આવે છે. પ્રસુતિ પહેલાં શુદ્ધ ઘી, કાજુ, બદામ, લીલવા દ્રાક્ષ અને ગુંદરયુક્ત 2 કિલો સુખડી નિ:શુલ્ક આપવામાં આવે છે. પ્રસુતિ બાદ, મહિલાઓને શુદ્ધ ઘી અને વિવિધ વસાણાથી ભરપૂર 2 કિલો પૌષ્ટિક કાટલું નિ:શુલ્ક પૂરું પાડવામાં આવે છે. આ સહાય સુરક્ષિત અને પોષણયુક્ત માતૃત્વ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે. આ યોજના વિવિધ સખીદાતાઓના સૌજન્યથી ચાલે છે અને જરૂરિયાતમંદ પરિવારોની પ્રસુતા મહિલાઓ માટે મદદરૂપ સાબિત થઈ છે. નિર્ધાર સંસ્થા સમાજના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોને મદદ કરવાનો દ્રષ્ટિકોણ ધરાવે છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે પ્રજ્ઞાચક્ષુ સમાજસેવક અને સંસ્થાના સ્થાપક રાજેશ રાવલ, આનંદ રાવલ, નિર્ધાર ટીમની બહેનો તેમજ શહેરની વિવિધ આશા વર્કર બહેનોએ યોગદાન આપ્યું છે.
    Click here to Read More
    Previous Article
    PSG vs Arsenal, Football UEFA Champions League 2025-26 Final Live Updates: Havertz breaks the deadlock, ARS 1-0 PSG after 10 mins
    Next Article
    જૂનાગઢમાં લોકોએ ડમ્પર ફૂંકી માર્યું:બેફામ વાહને મહિલાને કચડતાં મોત, પોલીસે ચાલકને ભગાડ્યો અને નેતાઓ પર હપ્તાખોરીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment