Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્યા:બજેટમાં જીઆઇડીસીને રિનોવેટની વાત, વાસ્તવિકતામાં ખાડા જ ખાડા

    1 week ago

    સરકાર દ્વારા ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ બજેટ જાહેર કર્યુ હતુ. જેમાં જૂનાગઢ જિલ્લાની પાંચેય વિધાનસભાના સર્વાંગી વિકાસ માટે અંદાજે 634 કરોડનું માતબર ફંડની ફાળવણી કરાઇ હતી. જેમાં જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓની જીઆઇડીસીને રિનોવેટ કરવાની વાત કરવામાં આવી છે. પરંતુ બજેટમાં વાત થઇ ગઇ પછી તેને સ્થાનિક તંત્ર દ્વારા અનુસરવામાં આવી નથી. હાલ વાસ્તવિકતાની વાત કરીએ તો જૂનાગઢ જીઆઇડીસી-2માં નથી પુરતી સ્ટ્રીટલાઇટની સુવિધા કે નથી રોડની. જીઆઇડીસી-2નો રોડ કમરના મણકા હલી જાય તેવો છે. આ રોડ પર જો વાહન ચલાવવાનુ થાય તો ખાડા તારવી-તારવીને ચલાવવુ પડે તેવી સ્થિતી છે. આ બાબતે કારખાનેદારો, પ્રમુખો દ્વારા અવાર-નવાર તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેનુ પરિણામ કોઇ આવતુ નથી. જો જીઆઇડીસીને રિનોવેટ કરી પુરતી સુવિધા ઉભી કરવામાં આવે તો જૂનાગઢમાં નવા ઉદ્યોગ વિકસી શકે છે. હાલની પરિસ્થિતી તો ઉદ્યોગ બંધ થાય તેવી છે. વહેલી તકે તંત્ર જીઆઇડીસી-2માં રોડ, લાઇટીંગ સહિતની તમામ પુરતી સુવિધા ઉભી કરી બજેટ પ્રમાણે જીઆઇડીસી-2 રિનોવેટ કરે તેવી માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    ગેસ સિલિન્ડર માટે " પેનિક બુકિંગ':ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના ફફડાટ વચ્ચે KYC અપડેટ કરાવવા ગ્રાહકોની લાંબી કતારો
    Next Article
    ભાસ્કર વિશેષ:જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ડિજિટલ ફીડબેક 97 ટકા દર્દીઓએ સારવાર અને સુવિધાને વધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment