Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગદર્શન:વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના અંગે માછીમારો માટે અવેરનેસ કાર્યક્રમ યોજી સમજણ અપાઇ

    1 week ago

    પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી દ્વારા એફ.ટી.ડી. માર્કેટ હોલ, સુભાષનગર ખાતે પોરબંદર જિલ્લાના માછીમારો માટે વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના અંગે અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાના જે માછીમારોએ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી છે તેમજ બોટ માલિકોને યોજનાની સંપૂર્ણ માહિતી મળી રહે અને તેઓ વધુમાં વધુ લાભ મેળવી શકે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન પોરબંદર માછીમાર બોટ એસોસીએશન તથા માછીમાર વિકાસ સેવા ટ્રસ્ટ પોરબંદર સાથે સંકલન દ્વારા કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન ઇન્ચાર્જ મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કે.એમ. સિકોતરીયાએ માછીમારોને વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજનાની વિગતવાર માહિતી આપી હતી.આ કાર્યક્રમ દરમિયાન માછીમારોને યોજનાનો લાભ મેળવવામાં આવતી મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરવા માટે પણ તક આપવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના માછીમારો દ્વારા યોજનાના અમલ દરમિયાન આવતી વિવિધ મુશ્કેલીઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી. આ તમામ રજૂઆતો ઉચ્ચ કક્ષાએ પહોંચાડી યોગ્ય નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી હતી. યોજના શુ છે વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના હેઠળ પ્રોજેક્ટની યુનિટ કોસ્ટ રૂ. 45 લાખ નક્કી કરવામાં આવી છે, જેમાંથી 50 ટકા એટલે કે રૂ. 22.50 લાખ સુધીની મહત્તમ સહાય અથવા ખરેખર થયેલ ખર્ચના 50 ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    હવે વહીવટી શાસન‎:પોરબંદર તાલુકા પંચાયત, રાણાવાવ, કુતિયાણા અને પોરબંદર જિલ્લા પંચાયતમાં કુલ 72 સભ્યની બોડીની મુદ્દત આજે પૂર્ણ થશે
    Next Article
    પોલીસ રક્ષણ સાથે આજથી ડ્રાઇવ શરૂ:5713 બાકીદારોના વીજજોડાણ કપાશે : કરોડોના વીજબિલ બાકી‎છતાં વંથલી, માણાવદર, તાલાલા, સુત્રાપાડા પાલિક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment