Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ રક્ષણ સાથે આજથી ડ્રાઇવ શરૂ:5713 બાકીદારોના વીજજોડાણ કપાશે : કરોડોના વીજબિલ બાકી‎છતાં વંથલી, માણાવદર, તાલાલા, સુત્રાપાડા પાલિક

    1 week ago

    જૂનાગઢ જિલ્લામાં વીજ બિલની બાકી રકમ મુદ્દે વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એક તરફ જૂનાગઢ કલેકટર કચેરીની વિવિધ કચેરીઓનું 2.17 લાખનું બિલ બાકી છે, તો બીજી તરફ વંથલી નગરપાલિકાના 1.75 કરોડ, માણાવદરના 1.95 કરોડ, તાલાળાના 2.05 કરોડ, સુત્રાપાડાના 20 લાખ અને પ્રભાસ પાટણના 96 લાખ રૂપિયા જેવા તોતિંગ વીજ બિલો બાકી છે. ચોંકાવનારી વાત એ છે કે કરોડો રૂપિયાના સરકારી લેણાં બાકી હોવા છતાં આ સંસ્થાઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. તેની સામે, જો કોઈ સામાન્ય નાગરિકનું માત્ર 4 મહિનાનું નજીવું બિલ બાકી હોય, તો વીજ કંપની દ્વારા ત્વરિત કનેક્શન કાપવા જેવી ધાકધમકી આપી હેરાન કરવામાં આવે છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ બિલની બાકી વસૂલાત માટે એક કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આગામી 17માર્ચ મંગળવારના રોજ સમગ્ર જૂનાગઢ વર્તુળમાં મેગા ડિસકનેક્શન ડ્રાઈવ યોજાશે. જે ગ્રાહકોએ નિયત સમયમર્યાદામાં પોતાના વીજ બિલની ભરપાઈ કરી નથી, તેમનો વીજ પુરવઠો કોઈપણ પૂર્વ સૂચના વગર કાપી નાખવામાં આવશે. આ કામગીરીને સફળ બનાવવા માટે શહેર વિભાગમાં કુલ 50 ટીમો કાર્યરત કરવામાં આવી છે, જેમાં દરેક ટીમમાં 2 કર્મચારીઓ તૈનાત રહેશે. ગ્રાહકોના સંભવિત વિરોધને પહોંચી વળવા માટે પૂરતું પોલીસ પ્રોટેક્શન અને મહિલા પોલીસ કર્મીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેગા ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય બાકી રહેલી કરોડો રૂપિયાની વસૂલાત કરવાનો છે, તેથી છેલ્લી ઘડીની દોડધામથી બચવા આજે જ બિલની ચુકવણી કરી સહકાર આપવા વિનંતી છે. અંધકારથી બચવા માટે ગ્રાહકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાની બાકી રકમ તાત્કાલિક નજીકની વીજ કચેરીએ અથવા ઓનલાઈન માધ્યમથી ભરી દે. ડિસકનેક્શન થયા બાદ ફરીથી જોડાણ મેળવવા વધારાનો ચાર્જ અને માનસિક પરેશાની ભોગવવી પડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    માર્ગદર્શન:વુડન બોટ રિપ્લેસમેન્ટ યોજના અંગે માછીમારો માટે અવેરનેસ કાર્યક્રમ યોજી સમજણ અપાઇ
    Next Article
    ફરિયાદ:મશ્કરીનું મનદુઃખ રાખી 2 યુવક તેના માતા પર 3 નો હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment