Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બરડામાં શિયાળુ પાક સમેટવાની શરૂઆત, ઉનાળુ પાકના વાવેતર તરફ ખેડૂતોનું મંડાણ

    2 weeks ago

    પોરબંદર તાલુકાના બરડા પંથક વિસ્તારમાં ખેડૂતો દ્વારા શિયાળુ પાક સમેટવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અને સાથે સાથે ઉનાળુ પાકના વાવેતરની તૈયારીઓ પણ હાથ ધરાઈ રહી છે. આ વર્ષે બરડા વિસ્તારમાં શિયાળુ પાક તરીકે ઘઉં, ધાણા, ચણા અને જીરું જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂત અગ્રણી વિરમભાઈ કારાવદરાએ જણાવ્યું હતું કે ધાણા, ચણા અને જીરું જેવા પાકો દર વર્ષે એક જ જમીનમાં વાવેતર કરવાથી જમીનની શક્તિ થોડું ઓછી થવાની શક્યતા રહે છે. જ્યારે મગફળી અને ઘઉં જેવા પાકો દર વર્ષે વાવવામાં આવે તો પણ યોગ્ય પરિસ્થિતિમાં સારો પાક મળી શકે છે. જો ચોમાસામાં સમયસર વરસાદ થાય તો મગફળીનો પાક સારો મળે છે અને શિયાળામાં અનુકૂળ વાતાવરણ રહે તો ઘઉંનો પાક પણ ઉત્તમ થાય છે. આ વર્ષે બરડા વિસ્તારમાં ઘઉંનો પાક સારી માત્રામાં થયો છે અને ઉતારો પણ સારો મળ્યો છે. જોકે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે કૃષિ ઉત્પાદનોની નિકાસ પર અસર થવાની શક્યતા હોવાથી ભાવ પર અસર પડી શકે તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમુક ખેડૂતો દ્વારા ચણા, જીરું અને ધાણા જેવા પાકોનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક વિસ્તારોમાં સારો પાક મળ્યો છે તો કેટલાક વિસ્તારોમાં પાકમાં થોડી નબળાઈ જોવા મળી રહી છે. હાલ ખેડૂતો શિયાળુ પાક સમેટવાની સાથે ઉનાળુ પાક તરીકે અડદ, મગ અને તલના વાવેતરમાં વ્યસ્ત બન્યા છે. આ વર્ષે વર્તુ-2 ડેમમાં સમારકામ થવાને કારણે ડેમ ખાલી કરવામાં આવ્યો હોવાથી ખેડૂતોને ઉનાળુ પાક માટે ત્યાંથી પાણી મળવાની શક્યતા ઓછી છે. જોકે કુવા અને બોરવેલ ધરાવતા ખેડૂતો પોતાના જળ સ્ત્રોતોના આધારે ઉનાળુ પાક લઈ શકશે. હાલમાં જળ સ્ત્રોતોમાં પાણી ઉપલબ્ધ છે, પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ ઉનાળુ પાકનું વાવેતર થયા બાદ 15 થી 20 દિવસ પછી સતત પાણી આપવું જરૂરી બને છે. હાલ ગરમી અને તાપમાન વધતા જો જળ સ્ત્રોતો સુકાઈ જાય તો ખેડૂતોને ઉનાળુ પાકમાં પાણી આપવાની મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેમ છતાં હાલની સ્થિતિ અનુકૂળ હોવાથી ખેડૂતો ઉનાળુ પાકના વાવેતરમાં લાગી ગયા છે.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:ખાપટ વિસ્તારમાં આવાસના નિર્માણ માટે આઠ વિઘા જમીન પરનું દબાણ દૂર કરાયું
    Next Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:બાંધકામમાં ફેરફાર કરાતા 4 વર્ષથી ચાલતુ નવી હોસ્પિટલનું કામ ત્રીજી વખત 6 માસ માટે ઠેલાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment