Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:ખાપટ વિસ્તારમાં આવાસના નિર્માણ માટે આઠ વિઘા જમીન પરનું દબાણ દૂર કરાયું

    2 weeks ago

    પોરબંદરના ખાપટ વિસ્તારમાં શહેર મામલતદાર દ્વારા મહાનગરપાલિકા આવાસો નિર્માણ માટે ફાળવવામાં આવેલ જમીન પર થયેલ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તંત્ર દ્વારા 8 વિઘા જમીનમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી તો અન્ય 8 વિઘા ખેતીની જમીન તેમજ 1 હજાર ચોરસ મીટર રહેણાંક દબાણો દૂર કરવા 10 દિવસનો સમય આપ્યો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેર અલગ અલગ ત્રણ જગ્યા પર આવાસો બનાવવા માટે સરકાર પાસે જમીન માંગવામાં આવી હતી ત્યારે સરકાર દ્વારા મહાનગરપાલિકાને આવાસો બનાવવા માટે છાયા અને ખાપટ વિસ્તારમાં જમીન ફાળવી છે. પરંતુ આ જમીનો પર વર્ષોથી દબાણો રહેલ હોવાથી તેમને દૂર કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદરના ખાપટ વિસ્તારમાં પણ શહેર મામલતદાર દ્વારા 17 જેટલા રહેણાંક મકાનો તેમજ 8 વિઘા ખેતીની જમીનમાં દબાણ અને અન્ય સરકારી પડતર દબાણો મળી કુલ રૂપિયા 8 કરોડની કિંમતની 27 હજાર ચોરસમીટરમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા આજે 2 હેકટરમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું તો 17 જેટલા રહેણાંક મકાનો તેમજ 8 વિઘા ખેતીની જમીનમાં દબાણ દૂર કરવા 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. 2 પેઢીથી જમીનમાં ખેતી કરતા હતા ખાપટ વિસ્તારમાં પશુદવાખાના પાછળ વિસ્તારમાં થયેલ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં 8 વિઘા જમીનમાં છેલ્લા 2 પેઢીથી દબાણ કર્યું હોવાની તેમજ છેલ્લા 2 પેઢીથી દબાણની જમીનમાં ખેતી કરતા હોવાનું સામે આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:મેડિકલ કોલેજમાં ડિસ લેવા બાબતે 3 સિનિયર વિદ્યાર્થીઓ પર 20 જુનિયર વિદ્યાર્થીઓનો હુમલો
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બરડામાં શિયાળુ પાક સમેટવાની શરૂઆત, ઉનાળુ પાકના વાવેતર તરફ ખેડૂતોનું મંડાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment