Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જુડોમાં 3 મેડલ જીત્યા:અસ્મિતા અને હર્ષને ગોલ્ડ, યામિનીએ સિલ્વર અપાવ્યો; ઈન્ડિયાને અત્યાર સુધી 20 મેડલ

    1 day ago

    ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં 15 મિનિટની અંદર 2 ગોલ્ડ જીતી લીધા છે. જુડોમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહ ચેમ્પિયન બન્યા. આ પછી યામિની મૌર્યાએ સિલ્વર અપાવ્યો. કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં ભારતે પહેલી વાર જુડોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. શુક્રવારે રાત્રે 8:56 વાગ્યે અસ્મિતા ડેએ વુમન્સ 48 કિગ્રા કેટેગરીના ફાઇનલમાં કેનેડાની હેઇડી ક્વાચને 2-1થી હરાવી. આ પછી રાત્રે 9:11 વાગ્યે હર્ષ સિંહે મેન્સ 60 કિગ્રા કેટેગરીના ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને 10-0થી હરાવીને બીજો ગોલ્ડ અપાવ્યો. ત્યારબાદ યામિની મૌર્યા 57 કિગ્રાના ફાઇનલમાં હારી ગઈ. કોમનવેલ્થ ગેમ્સની મેડલ ટેલીમાં ભારત આઠમા સ્થાને પહોંચી ગયું છે. અત્યાર સુધી ટીમે 5 ગોલ્ડ, 11 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત કુલ 20 મેડલ જીતી લીધા છે. અસ્મિતાએ કેનેડાની હેઇડી ક્વાચને હરાવી હર્ષે ઓસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને હરાવ્યો 5 બોક્સર્સે ઓછામાં ઓછા સિલ્વર પાક્કા કર્યા 5 ભારતીય બોક્સર્સે બોક્સિંગના ફાઇનલમાં પહોંચીને ઓછામાં ઓછા સિલ્વર મેડલ પાક્કા કરી લીધા છે. એમની પાસે પણ ગોલ્ડ મેડલની આશા છે. જાદુમણિ સિંહે મેન્સની 55 kg વેટ કેટેગરીમાં નામિબિયાના ખેલાડી ફિલિપ હાઉસેબને હરાવ્યો. એનાથી પહેલા પ્રીતિ પવાર, જેસ્મિન લમ્બોરિયા, અરુંધતિ ચૌધરી અને અંકુશ પંઘાલે ગોલ્ડ મેડલ મેચમાં જગ્યા બનાવી. વુમન્સના 54 કિગ્રા કેટેગરીના સેમિફાઇનલમાં પ્રીતિ પવારે ઝામ્બિયાની કેથરીન મ્વાપેને 5-0 થી હરાવી. જ્યારે જેસ્મિન લમ્બોરિયાએ 57 kgમાં લેસોથોની રેપ્લેંગ મસેલાને RSCથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. મેન્સના 80 કિગ્રા કેટેગરીમાં અંકુશ પંઘાલે કેનેડાના જોશુઆ ઓફોરીને 5-0થી હરાવ્યો. અંકુશે ત્રણેય રાઉન્ડમાં સરસાઈ જાળવી રાખી અને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. નીરજનો ગોલ્ડ મેડલ મેચ રાત્રે 12:45 વાગ્યાથી થશે જેવલિન થ્રો ફાઇનલમાં નીરજ સામે પાકિસ્તાનના વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમ અને શ્રીલંકાના રુમેશ પાથિરાગેનો પડકાર રહેશે. રુમેશે ક્વોલિફિકેશનમાં 82.84 મીટર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે નીરજ 79.61 મીટર સાથે પાંચમા સ્થાને રહ્યા હતા. નીરજ vs અરશદ નીરજ અને અરશદની પ્રથમ ટક્કર 2016 સાઉથ એશિયન ગેમ્સમાં થઈ હતી. ત્યાર બાદ બંને 11 ટુર્નામેન્ટમાં આમને-સામને આવી ચૂક્યા છે. તેમાંથી 10 વખત નીરજે અરશદને પાછળ છોડ્યો છે. અરશદને એકમાત્ર સફળતા પેરિસ ઓલિમ્પિક 2024માં મળી હતી. ત્યારે તેણે 92.97 મીટરના ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજે 89.45 મીટર સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. 90 મીટર પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ 2025 દોહા ડાયમંડ લીગમાં 90.23 મીટરનો થ્રો કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો. તેઓ 90 મીટરનો આંકડો પાર કરનાર ભારતના એકમાત્ર જેવલિન થ્રોઅર છે. ટોકિયો ઓલિમ્પિક 2020માં તેણે 87.58 મીટર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 અને એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ, જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે. લૉન બૉલ્સમાં સતત ચોથી જીત મેન્સ પેર સ્પર્ધામાં દિનેશ કુમાર અને નવનીત સિંહની ભારતીય જોડીએ ફોકલેન્ડ આઇલેન્ડ્સને 2-0થી હરાવ્યા. ટીમે સતત ચોથી જીત નોંધાવી અને હવે સેમિફાઇનલની દોડમાં બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    I want to forgive those who abused me, want to show them the way: PM Modi in new late-night video
    Next Article
    'Want To Forgive Them': PM Modi On Students Who Abused Him at Jantar Mantar

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment