Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કામગીરી:પોલીસ રક્ષણ ન મળતા વી.વી. બજારમાં ડિમોલિશન અટકી ગયું

    2 weeks ago

    પોરબંદર પી.જી.વી.સી.એલ. દ્વારા વી.વી.બજારમાં અંદાજે 4 હજાર ફૂટમાં વર્ષોથી થયેલ દબાણ દૂર કરવા પોલીસ પ્રોટેક્શન ન મળતા સોમવારે દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું.આ દબાણ દૂર કરવા વર્ષોથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ કોર્ટમાં કેશ ચાલતો હોવાથી દબાણ દૂર થયું ન હતું ત્યારે તાજેતરમાં કોર્ટમાંથી કેશનો નિકાલ થઈ જતા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. પોરબંદરના વી.વી.બજારમાં વર્ષોથી પી.જી.વી.સી.એલ.ની જમીનમાં દબાણ હાથ ધરી રહેણાંક મકાનો ઉભા કરી દબાણ કરવામાં આવ્યું હતું ત્યારે આ દબાણ અંગે પી.જી.વી.સી.એલ. દ્વારા વર્ષોથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ દબાણકર્તા દ્વારા કોર્ષમાં કેશ દાખલ કરતા દબાણ દૂર કરવાની કામગીરી અટકી હતી ત્યારે દબાણ અંગેનો કેશ કોર્ટમાંથી નિકાલ થઈ જતા પી.જી.વી.સી.એલ. દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી ફરી હાથ ધરવામાં આવી હતી. સોમવારે આ દબાણ દૂર કરવા માટે પી.જી.વી.સી.એલ.ને પોલીસ પ્રોટેક્શન ન મળતા દબાણ દૂર કરવાની કામગીરી થઈ ન હતી.આ કામગીરીને લઈને સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ એકત્રિત થઇ આવાસો ફાળવવા માંગ કરી પોરબંદર પી.જી.વી.સી.એલ. દ્વારા દબાણ દૂર કરવાની કામગીરીનો સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો હતો અને આ દબાણ દૂર કરવાની કામગીરી પૂર્વે આ વિસ્તારમાં રહેતા પરિવારોને આવાસો ફાળવવા માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    શ્રમિકોને કામના સ્થળે જ મળશે નિઃશુલ્ક તબીબી સારવાર:મોરબીના બાંધકામ શ્રમિકો માટે ધન્વંતરિ આરોગ્ય રથનું લોકાર્પણ
    Next Article
    ફરિયાદ:મેડિકલ કોલેજમાં ડિસ લેવા બાબતે 3 સિનિયર વિદ્યાર્થીઓ પર 20 જુનિયર વિદ્યાર્થીઓનો હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment