Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રમિકોને કામના સ્થળે જ મળશે નિઃશુલ્ક તબીબી સારવાર:મોરબીના બાંધકામ શ્રમિકો માટે ધન્વંતરિ આરોગ્ય રથનું લોકાર્પણ

    2 weeks ago

    બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારના ‘ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ દ્વારા ફાળવવામાં આવેલા નવીન ‘ધનવંતરી આરોગ્ય રથ’નું મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ આ રથને લીલી ઝંડી બતાવી શ્રમિકોની સેવા માટે રવાના કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, બાંધકામ સાઇટ પર પરસેવો પાડતા શ્રમિકોને નાની-મોટી બીમારીઓ માટે હોસ્પિટલ સુધી ધક્કા ન ખાવા પડે અને તેમના સમય તથા નાણાંની બચત થાય તે હેતુથી આ સેવા શરૂ કરાઈ છે. હવે આ આરોગ્ય રથ સીધો જ બાંધકામની સાઇટો પર જશે, જ્યાં શ્રમિકોનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જરૂરી દવાઓ પણ સ્થળ પર જ પૂરી પાડવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ આ સુવિધાને શ્રમિકો માટે આશીર્વાદ સમાન ગણાવી હતી. આ રથમાં આધુનિક તબીબી ઉપકરણો અને નિષ્ણાંત તબીબી સ્ટાફ તૈનાત રહેશે, જે શ્રમિકોને આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન પણ આપશે. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.વી. શ્રીવાસ્તવ, જિલ્લા નિરીક્ષક મિતેશ જોષી, જિલ્લા પ્રોજેક્ટ મેનેજર હરેશ પરમાર અને ધનવંતરી રથના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર જગદીશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ સાથે જ આરોગ્ય રથનો મેડિકલ સ્ટાફ અને બાંધકામ બોર્ડના કર્મચારીઓએ પણ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    હવામાન વિભાગની આગાહી:18 થી 20 માર્ચ વરસાદી ઝાપટાં સાથે 40-50 કિમી ઝડપે વાવાઝોડું ફૂંકાશે‎
    Next Article
    કામગીરી:પોલીસ રક્ષણ ન મળતા વી.વી. બજારમાં ડિમોલિશન અટકી ગયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment