Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હવામાન વિભાગની આગાહી:18 થી 20 માર્ચ વરસાદી ઝાપટાં સાથે 40-50 કિમી ઝડપે વાવાઝોડું ફૂંકાશે‎

    2 weeks ago

    ઉત્તર ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ હવે મેઘરાજાની એન્ટ્રી થવાની શક્યતા દેખાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને લીધે આગામી 18 થી 20 માર્ચ દરમિયાન વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ દરમિયાન છુટાછવાયા વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે પ્રિ-મોનસૂન વરસાદ વરસી શકે છે. જોકે, વરસાદ છુટાછવાયા વિસ્તારો પૂરતો સમિતિ હશે, પરંતુ ગાજવીજ સાથે 40 થી 50 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાતમાં મોટાભાગે પશ્ચિમ એટલે કે અરબ સાગરથી આવતાં પવન ફૂંકાઇ રહ્યા છે. સોમવારે સરેરાશ 10 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભેજવાળા પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ 20 થી 50 ટકાની વચ્ચે રહ્યું હતું. જેને લઇ લઘુત્તમ તાપમાનમાં અડધા ડિગ્રીનો ઘટાડા સાથે ઠંડીનો પારો 21 થી 22 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. બીજી બાજુ, મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર ન થતાં ગરમીનો પારો 37 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. જો કે, ભેજવાળા પવનના કારણે અનુભવાતી ગરમીનો પારો 34 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, 18 થી 20 માર્ચ સુધી ઉત્તર ગુજરાતનું આકાશ વાદળછાયું બનશે. ખાસ કરીને 19 માર્ચના રોજ વરસાદ અને ઠંડરસ્ટોર્મ એક્ટિવિટીનું જોર સૌથી વધુ રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન પ્રતિ કલાકે 40 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે, જે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જશે અને સાથે જ વીજળીના કડાકા-ભડાકા પણ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં વરસાદી માહોલને કારણે મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે, જેનાથી લોકોને હાલની કાળઝાળ ગરમીમાં રાહત મળશે. સામાન્ય સ્થિતિ કરતાં દિવસ-રાતનું તાપમાન સાડા 3 ડિગ્રી ઊંચું રહ્યું... સામાન્ય રીતે 16 માર્ચે રાત્રીનું તાપમાન 17.5 ડિગ્રી અને દિવસનું તાપમાન 34.5 ડિગ્રી હોવાનું જોઇએ. તેની સામે હાલ રાત્રીનું તાપમાન 21 અને દિવસનું તાપમાન 37 ડિગ્રી છે. એટલે કે, સામાન્ય સ્થિતિ કરતાં દિવસનું તાપમાન સાડા 3 ડિગ્રી અને રાત્રીનું તાપમાન અઢી ડિગ્રી વધુ છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:20 એપ્રિલથી જનગણના: 4000 કર્મીઓ 23.57 લાખ લોકોની માહિતી એકઠી કરશે
    Next Article
    શ્રમિકોને કામના સ્થળે જ મળશે નિઃશુલ્ક તબીબી સારવાર:મોરબીના બાંધકામ શ્રમિકો માટે ધન્વંતરિ આરોગ્ય રથનું લોકાર્પણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment